રાજકોટમાં 17 ઇંચથી વધારે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. શહેરમાં વરસેલા 17 ઇંચથી વધારે વરસાદથી રાજકોટની સિવિલ હોસ્પિટલ પણ બાકાત રહી નથી. સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની સામે આવેલા સેલરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા. પાણીના ભરાવાને કારણે ઘણી ગંદકી પણ જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગમા પણ ઘૂંટણસમા પાણી જોવા મળ્યા હતા.
વધારે પાણી ભરાવવાના કારણે લિફ્ટ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નવા સાધનો લાવવામાં આવ્યા હતા તે પણ પાણીમાં ડુબી ગયા છે. જેના કારણે મોંઘા ભાવના સાધનો નકામા બની ગયા છે. વ્હીલચેર, સ્ટ્રેચર પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઇલેક્ટ્રીક રુમમાં પણ પાણી જોવા મળ્યું હતુ. સિવિલ હોસ્પિટલમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ના હોવાના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે.