Masala Onion Salad:
ડુંગળીનો ઉપયોગ ઘણી બધી વાનગીઓમાં થાય છે. આને ખાવું માત્ર સ્વાદની જ નહીં પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ સારું માનવામાં આવે છે. આજે અમે તમારા માટે મસાલા ડુંગળીના સલાડની રેસિપી લાવ્યા છીએ, જેને તમે લંચ કે ડિનર માટે મિનિટોમાં તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ કે તેને બનાવવાની સરળ રેસિપી શું છે.
કેટલા લોકો માટે: 4
સામગ્રી:
- ડુંગળી – 3-4
- જીરું – 1 ચમચી
- લાલ મરચું પાવડર – 1 ટીસ્પૂન
- ચાટ મસાલો – 1/2 ચમચી
- કાળા મરી પાવડર – 1.5 ચમચી
- ફુદીનાના પાન – 2 ચમચી
- કોથમીરના પાન – 2 ચમચી
- લીંબુ – 1
- મીઠું – સ્વાદ મુજબ
પદ્ધતિ:
- મસાલા ઓનિયન સલાડ બનાવવા માટે સૌથી પહેલા ડુંગળીની છાલ કાઢી લો.
- હવે તેને પાતળી સ્લાઈસમાં કાપીને એક વાસણમાં રાખો.
- આ પછી, કોથમીર અને ફુદીનાના પાન લો અને તેના નાના ટુકડા કરો.
- હવે એક બાઉલ લો, અને તેમાં સમારેલી ડુંગળી નાખો.
- તેની ઉપર લાલ મરચું પાવડર અને કાળા મરીનો પાવડર નાખીને બરાબર મિક્ષ કરી લો.
- હવે તવા પર જીરું શેકીને તેમાં ડુંગળી મિક્સ કરો.
- આ પછી, સલાડમાં બારીક સમારેલી કોથમીર અને ફુદીનાના પાન ઉમેરો અને મિક્સ કરો.
- હવે તેમાં લીંબુનો રસ ઉમેરો, અને છેડે ચાટ મસાલો ઉમેરો. હવે મસાલા ડુંગળીનું સલાડ સર્વ કરવા માટે તૈયાર છે.