Mushroom Sandwich
Mushroom Sandwich: મશરૂમમાં વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ, ઝિંક જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તમે તેનું સેવન ઘણી રીતે કરી શકો છો. તમે દરરોજ નાસ્તામાં મશરૂમ સેન્ડવિચ ખાઈ શકો છો.
જો તમે પણ નાસ્તામાં કંઈક હેલ્ધી ખાવા ઈચ્છો છો તો તમે આ મશરૂમ સેન્ડવિચ ટ્રાય કરી શકો છો.
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
તમે સેન્ડવીચ બનાવીને રોજ સવારે ખાઈ શકો છો, તેનાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભ થશે.
મશરૂમ્સ બનાવવા માટે સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો, તેમાં લસણ, ડુંગળી, લીલા મરચાં અને મશરૂમ નાખીને સારી રીતે ફ્રાય કરો.
હવે તેમાં મીઠું, મરચું પાવડર અને ચાટ મસાલો નાખીને મિશ્રણને બરાબર મિક્ષ કરી લો.
મિશ્રણ તૈયાર થયા પછી, મશરૂમના મિશ્રણને બ્રેડ સ્લાઈસ પર ફેલાવો. હવે સેન્ડવીચને ગ્રીલ કરીને લીલા ધાણાથી ગાર્નિશ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
સેન્ડવીચને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે, તમે તેમાં મેયોનેઝ, ટોમેટો સોસ, ચીઝ અને ટોસ્ટેડ બ્રેડ ઉમેરી શકો છો.