રોહિત શર્માનો IPL 2026માં ધમાકેદાર પ્રારંભ, વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો

2 Min Read

IPL 2026: રોહિત શર્માનો વિસ્ફોટક પ્રારંભ, વિરાટ કોહલીનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી રચ્યો નવો ઈતિહાસ

આઈપીએલ 2026ની સીઝન શરૂ થતાની સાથે જ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભારતીય ક્રિકેટના બે દિગ્ગજો, વિરાટ કોહલી અને રોહિત શર્માના પ્રદર્શન પર સૌની નજર ટકેલી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમાયેલી રોમાંચક મેચમાં ‘હિટમેન’ રોહિત શર્માએ પોતાની જૂની આક્રમક શૈલીનું પ્રદર્શન કર્યું હતું. 221 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિતે માત્ર 38 બોલમાં 78 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકારીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

sharma.jpg

- Advertisement -

કોઈ એક ટીમ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ

રોહિત શર્માએ આ મેચમાં પોતાની અડધી સદી પૂરી કરવાની સાથે જ વિરાટ કોહલીના એક ખાસ રેકોર્ડને મ્હાત આપી દીધી છે. હવે રોહિત શર્મા આઈપીએલના ઈતિહાસમાં કોઈ એક ચોક્કસ ટીમ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. રોહિતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અત્યાર સુધીમાં કુલ 1161 રન નોંધાવ્યા છે. આ મામલામાં તેણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે, જેણે પંજાબ કિંગ્સ સામે 1159 રન બનાવ્યા છે. રોહિતનો કેકેઆર સામેનો આ રેકોર્ડ દર્શાવે છે કે તેને આ ટીમ સામે બેટિંગ કરવી કેટલી પસંદ છે.

પાવરપ્લેમાં ધમાકેદાર ફિફ્ટી અને નવો માઈલસ્ટોન

આ મેચ રોહિત માટે પર્સનલ રેકોર્ડની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વની રહી. તેણે આઈપીએલ કારકિર્દીમાં પ્રથમ વખત પાવરપ્લેમાં જ પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. માત્ર 23 બોલમાં ફિફ્ટી ફટકારીને તેણે પોતાની આઈપીએલ કારકિર્દીની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ સાથે જ રોહિત શર્મા આઈપીએલમાં 50 વખત 50 થી વધુ રનનો સ્કોર કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલી 72 ફિફ્ટી-પ્લસ સ્કોર સાથે મોખરે છે, જ્યારે ડેવિડ વોર્નર અને શિખર ધવન પણ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

- Advertisement -

shara.jpg

IPL માં એક ટીમ સામે સૌથી વધુ રન (ટોપ 3)

ખેલાડીનું નામ રન વિરોધી ટીમ
રોહિત શર્મા 1161 KKR
વિરાટ કોહલી 1159 પંજાબ કિંગ્સ
વિરાટ કોહલી 1146 CSK

TAGGED:
Share This Article