Rudraksha Plant at Home: શિવજીને પ્રિય રુદ્રાક્ષનું વૃક્ષ હવે તમારા ઘર આંગણામાં ઉગાડો

Arati Parmar
2 Min Read

Rudraksha Plant at Home: રુદ્રાક્ષનું ધાર્મિક મહત્ત્વ અને શિવભક્તિ સાથેનો સંબંધ

Rudraksha Plant at Home: શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ઉપાસના દરમિયાન, ઘણા ભક્તો રુદ્રાક્ષ પહેરવાનું કે પૂજન માટે રાખવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો છો કે રુદ્રાક્ષનું વૃક્ષ ઘેર પણ ઉગાડી શકાય છે? જો યોગ્ય માવજત કરવામાં આવે તો આ છોડમાંથી ફળ પણ મળે અને સમય જતાં તે 60થી 80 ફૂટ સુધી ઊંચું ઝાડ બની શકે છે.

જમાવટ માટે યોગ્ય જગ્યા પસંદ કરો

રુદ્રાક્ષના છોડને ખુલ્લી જગ્યા જોઈએ જ્યાં તે ફેલાઈ શકે.

આંગણું કે બગીચો હોય તો ઉત્તમ.

ઘરના અંદર ઉગાડવો હોય તો તેને મોટા કુંડામાં રોપવો જરૂરી છે.

Rudraksha Plant at Home

કુંડાની પસંદગી અને માટીનું મિશ્રણ

કુંડો ઓછામાં ઓછો 18-20 ઇંચ ઊંડો અને 10 ઇંચ પહોળો હોવો જોઈએ.

પ્લાસ્ટિકના બદલે માટી કે ટેરાકોટાના કુંડાનો ઉપયોગ કરો.

માટી માટે મિશ્રણ: 60% ગાર્ડન સોઇલ, 30% ઓર્ગેનિક ખાતર, 10% કોકોપીટ.

હવા માટે થોડું રેત અને નાના કાંકરા પણ ઉમેરો.

વાતાવરણ અને તાપમાનની જરૂરિયાત

રુદ્રાક્ષના છોડને ઠંડુ અને નમ વાતાવરણ ગમે છે.

ગરમ પ્રદેશમાં આછા છાંયડા હેઠળ રાખો, ખાસ કરીને 35°Cથી વધુ તાપમાન હોય ત્યારે.

શિયાળામાં સીધી ધૂપમાં રાખો જેથી વૃદ્ધિ સારી રહે.

Rudraksha Plant at Home

સિંચાઈ અને માવજત કેવી રીતે કરવી?

નિયમિત પાણી આપવું જરૂરી છે, પણ પાણી ભરાય નહીં એટલું ધ્યાન રાખવું.

ઉનાળામાં વધુ પાણી આપો, શિયાળામાં ઓછું.

વરસાદી મોસમમાં પાણીનાં માત્રા પર નિયંત્રણ રાખો.

છોડ 8 ફૂટ થવાના અડીક હોય ત્યારે તેનું કાપકામ (પ્રૂનિંગ) કરો.

સમયાંતરે ઓર્ગેનિક ખાતર નાખતા રહો જેથી વૃદ્ધિ સ્થીર રહે.

Share This Article