સાબરકાંઠા જીલ્લામાં છે તો કેટલાક ખેડુતોનો પાક તો હજુ ખેતરમાં છે જેને લઈને ખેડુતોની માંગ ઉઠી છે કે ચણાની ખરીદીનો સમય લંબાવવામાં આવે તો ખેડુતોને ફાયદો થઈ શકે તેમ છે.સાબરકાંઠા જીલ્લામાં 2590 જેટલા ખેડુતોએ ચણાના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. તો સરકારે 50 મણ જેટલા ચણાની ખરીદી કરવાની શરૂઆત કરી છે અને 31 માર્ચે ચણાની ખરીદીના અંતીમ દિવસે જીલ્લાભરમાંથી અત્યાર સુધી 1423 ખેડુતોએ જ ચણાનુ વેચાણ કર્યુ છે.આમ તો ઓપન માર્કેટ કરતા ટેકાના ભાવે વેચવા જતા વધુ ભાવ મળે છે જેથી ખેડુતો ઓપન માર્કેટમાં ચણાનું વેચાણ કરવા માટે આવે છે પરંતુ ખેડુતોના 50 મણ જેટલા જ ચણા ટેકાના ભાવે ખરીદાય છે અને બાકીના વધેલા ચણા ખેડુતો ઓપન માર્કેટમાં વેચી રહ્યા છે. આમ તો 30 તારીખથી રાત્રિથી જ ટ્રેકટર લઈને ઉભા રહ્યા. સરકાર પહેલા જે રીતે ચણાની ખરીદી કરતી હતી તે રીતે આ વર્ષે પણ ખરીદી કરે તેવી ખેડુતોની માંગ છે.એક બાજુ આ વખતે રજીસ્ટ્રેશન વહેલા થઈ ગયુ હતુ પરંતુ ચણા ખેતરમાં જ ઉભા હતા હવે જ્યારે ચણા તૈયાર છે ત્યારે ખરીદી પુર્ણ થવા આવી છે જો સરકાર આ બે માંગણીઓ ખેડુતોની સ્વીકારે તો ચોક્કસ પણ ખેડુતોને કરેલ મહેનતનુ ફળ મળી શકે તેમ છે.
