મહિલા વર્લ્ડ કપ 2025: ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ શેડ્યુલ બદલાયું, નવા સ્થળોની જાહેરાત.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ મહિલા વનડે વર્લ્ડ કપ 2025ના શેડ્યૂલમાં મોટો ફેરફાર કર્યો છે. આ વખતે મહિલા વર્લ્ડ કપની યજમાની ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે કરી રહ્યા છે. ટૂર્નામેન્ટની શરૂઆત 30 સપ્ટેમ્બર, 2025થી થશે અને ફાઇનલ 2 નવેમ્બરના રોજ રમાશે. જોકે, ICCએ ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા જ ઘણાં મેચોનું સ્થળ બદલી નાખ્યું છે.
અગાઉ જાહેર થયેલા શેડ્યૂલમાં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કેટલીક મેચો યોજાવાની હતી, પરંતુ હવે તેની જવાબદારી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમને સોંપવામાં આવી છે. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં બે ગ્રુપ મેચો રમાશે. 23 ઓક્ટોબરના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ આમને-સામને હશે, જ્યારે 26 ઓક્ટોબરના રોજ ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે મુકાબલો ખેલશે. આ ઉપરાંત, બીજી સેમિફાઇનલ પણ આ જ સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં જગ્યા નહીં બનાવે તો ફાઇનલ પણ ડીવાય પાટીલ સ્ટેડિયમ પર જ થશે, અન્યથા ફાઇનલ કોલંબોમાં રમાશે.
આઇસીસી મહિલા વર્લ્ડ કપ 2025નું નવું શેડ્યૂલ આ મુજબ છે:
30 સપ્ટેમ્બર: ભારત vs શ્રીલંકા, ગુવાહાટી
1 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs ન્યુઝીલેન્ડ, ઈન્દોર
2 ઓક્ટોબર: બાંગ્લાદેશ vs પાકિસ્તાન, કોલંબો
3 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ vs દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી
4 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs શ્રીલંકા, કોલંબો
5 ઓક્ટોબર: ભારત vs પાકિસ્તાન, કોલંબો
6 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ vs દક્ષિણ આફ્રિકા, ઈન્દોર
7 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશ, ગુવાહાટી
8 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs પાકિસ્તાન, કોલંબો
9 ઓક્ટોબર: ભારત vs દક્ષિણ આફ્રિકા, વિશાખાપટ્ટનમ
10 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ vs બાંગ્લાદેશ, ગુવાહાટી
11 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ vs શ્રીલંકા, કોલંબો
12 ઓક્ટોબર: ભારત vs ઓસ્ટ્રેલિયા, વિશાખાપટ્ટનમ
13 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs બાંગ્લાદેશ, વિશાખાપટ્ટનમ
14 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ vs શ્રીલંકા, કોલંબો
15 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ vs પાકિસ્તાન, કોલંબો
16 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs બાંગ્લાદેશ, વિશાખાપટ્ટનમ
17 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs શ્રીલંકા, કોલંબો
18 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ vs પાકિસ્તાન, કોલંબો
19 ઓક્ટોબર: ભારત vs ઈંગ્લેન્ડ, ઈન્દોર
20 ઓક્ટોબર: શ્રીલંકા vs બાંગ્લાદેશ, નવી મુંબઈ
21 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા vs પાકિસ્તાન, કોલંબો
22 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ, ઈન્દોર
23 ઓક્ટોબર: ભારત vs ન્યુઝીલેન્ડ, નવી મુંબઈ
24 ઓક્ટોબર: પાકિસ્તાન vs શ્રીલંકા, કોલંબો
25 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા, ઈન્દોર
26 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ, વિશાખાપટ્ટનમ
26 ઓક્ટોબર: ભારત vs બાંગ્લાદેશ, નવી મુંબઈ
નોકઆઉટ રાઉન્ડ:
29 ઓક્ટોબર: સેમિફાઇનલ 1, ગુવાહાટી / કોલંબો
30 ઓક્ટોબર: સેમિફાઇનલ 2, નવી મુંબઈ
2 નવેમ્બર: ફાઇનલ, કોલંબો / નવી મુંબઈ
આ ફેરફાર બાદ હવે ફેન્સને મુંબઈ અને કોલંબો સ્ટેડિયમમાં રોમાંચક મેચોની રાહ રહેશે. આઇસીસીના આ નિર્ણયથી ખેલાડીઓ અને આયોજકો બંનેને તૈયારી માટે સમય મળ્યો છે.

