IPL 2026: 8.4 કરોડના આ ખેલાડીને જોવા માટે સૌરવ ગાંગુલી છે સૌથી વધુ ઉત્સાહિત, જાણો કોણ છે આ પ્લેયર

3 Min Read

IPL 2026: સૌરવ ગાંગુલી આ 8.4 કરોડના ખેલાડીને જોવા માટે છે સૌથી વધુ ઉત્સાહિત, જાણો કોણ છે આ પ્લેયર

આગામી 28 માર્ચથી આઈપીએલ 2026નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ક્રિકેટ જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ એક કાર્યક્રમમાં આ સીઝન અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ગાંગુલીએ ખાસ કરીને એવા ખેલાડીનું નામ લીધું છે જેને જોવા માટે તેઓ સૌથી વધુ આતુર છે. રસપ્રદ વાત એ છે કે, આ ખેલાડીને દિલ્હી કેપિટલ્સે ગયા વર્ષના મિની ઓક્શનમાં 8.4 કરોડ રૂપિયાની મોટી કિંમતે ખરીદ્યો હતો.

 aakib.jpg

- Advertisement -

આકિબ નબી પર ગાંગુલીની નજર

સૌરવ ગાંગુલીએ વાતચીત દરમિયાન જમ્મુ-કાશ્મીરના ઝડપી બોલર આકિબ નબીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. ગાંગુલીના મતે આ સીઝનમાં ઘણા યુવા ખેલાડીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે, પરંતુ આકિબ નબીના પ્રદર્શન પર તેમની ખાસ નજર રહેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, “વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, યશસ્વી જયસ્વાલ અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ તો છે જ, પરંતુ હું આકિબ નબીને આ લીગમાં રમતા જોવા માટે ઉત્સુક છું. તે એક પ્રતિભાશાળી યુવા ખેલાડી છે અને આઈપીએલ આવા જ ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જાણીતી છે.”

‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ પર મોટું નિવેદન

આઈપીએલના વિવાદાસ્પદ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ વિશે પણ ગાંગુલીએ પોતાનો મત રજૂ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે તાજેતરમાં આ નિયમની ટીકા કરી હતી, પરંતુ ગાંગુલી માને છે કે આ નિયમ હજુ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, “જ્યારે હું બીસીસીઆઈનો અધ્યક્ષ હતો ત્યારે આ નિયમ લાવવામાં આવ્યો હતો. આ નિયમ કોઈને ગમશે તો કોઈને નહીં ગમે, પરંતુ તેને હટાવવાની શક્યતા હાલમાં ઓછી છે.” ઉલ્લેખનીય છે કે આ નિયમ હેઠળ ટીમો મેચ દરમિયાન પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કરી શકે છે.

- Advertisement -

aakib1.jpg

કોચિંગમાં ગાંગુલીનો રસ

પોતાના ભવિષ્યના પ્લાનિંગ વિશે વાત કરતા સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કર્યું કે તેઓ હંમેશા ક્રિકેટ સાથે જોડાયેલા રહેવા માંગે છે. તેમણે જણાવ્યું કે તેમને કોચિંગની ભૂમિકા ભજવવામાં ખૂબ જ રસ છે. ગાંગુલીના માર્ગદર્શન હેઠળ પ્રિટોરિયા કેપિટલ્સ SA20 લીગની ફાઈનલ સુધી પહોંચી હતી. તેમણે અંતમાં ઉમેર્યું કે, “મેં મારા કરિયરમાં ખેલાડી, કેપ્ટન અને વહીવટકર્તા તરીકે કામ કર્યું છે, હવે જો મને તક મળશે તો હું ભવિષ્યમાં કોચની જવાબદારી નિભાવવા માટે પણ તૈયાર છું.”

TAGGED:
Share This Article