Asian Games 2023: 2023 IND W vs SL W ફાઈનલ: એશિયન ગેમ્સ 2023માં મહિલા ક્રિકેટની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ભારતે શ્રીલંકાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એશિયન ગેમ્સ 2023: એશિયન ગેમ્સ 2023ની મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં, ગોલ્ડ મેડલ માટેની ફાઈનલ મેચ ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 19 રને જીતી લીધી હતી. આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. આ બંને ગોલ્ડ મેડલ સોમવારે જ આવ્યા હતા. આ પહેલા ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલા ક્રિકેટમાં ગોલ્ડ જીતવાના કારણે ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ભારત પાસે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ છે.
કેવી હતી ભારત અને શ્રીલંકા મેચની સ્થિતિ?
ભારતીય મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે રમાયેલી એશિયન ગેમ્સની ફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્ઝે શાનદાર ઇનિંગ્સ રમી હતી. મંધાનાએ આ મેચમાં 45 બોલમાં 46 રન બનાવ્યા હતા. રોડ્રિગ્ઝે છેલ્લી કેટલીક ઓવરોમાં ઝડપી બેટિંગ કરી અને 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી.