Asian Games 2023 Medal Tally: એશિયન ગેમ્સ 2022ના મેડલ ટેબલમાં ભારત 11 મેડલ સાથે છઠ્ઠા સ્થાને છે. બીજા દિવસના અંત સુધીમાં, ભારતની કીટીમાં બે ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ છે.
ગુઆંગઝુ. ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2023 (હાંગઝોઉ એશિયન ગેમ્સ 2023)ના ત્રીજા દિવસે ભારતને તેનો પહેલો મેડલ મળ્યો છે. નેહા ઠાકુરે સેલિંગમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય ટીમે અત્યાર સુધીમાં 12 મેડલ જીત્યા છે.
આ પહેલા સોમવારે ગેમ્સના બીજા દિવસે ભારતે બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. 10 મીટર એર રાઈફલ ટીમે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો.
રોઈંગમાં (પુરુષ 4), જસવિન્દર, ભીમ, પુનીત અને આશિષે 6:10.81ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. અનીશ, વિજયવીર અને આદર્શની ત્રિપુટીએ 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય બલરાજ પંવાર મેન્સ સિંગલ સ્કલ્સ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી ગયો છે. તે મેડલની રેસમાં છે. નેઇમન વાંગશુ વુશુમાં મેડલની દાવેદાર હશે.
શૂટિંગમાં રૂદ્રાંશ, ઐશ્વર્યા અને દિવ્યાંશે 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં 1893.7ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ત્રિપુટીએ આ ઇવેન્ટમાં નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. એશિયન ગેમ્સ 2022ના મેડલ ટેબલમાં ભારત 11 મેડલ સાથે છઠ્ઠા સ્થાને છે. બીજા દિવસના અંત સુધીમાં, ભારતની કીટીમાં બે ગોલ્ડ મેડલ, ત્રણ સિલ્વર મેડલ અને 6 બ્રોન્ઝ છે.
રેન્ક | દેશ | ગોલ્ડ | સિલ્વર | બ્રોન્ઝ | ટોટલ |
---|---|---|---|---|---|
ભારત | 2 | 4 | 6 | 12 | |
1 | ચીન | 40 | 21 | 09 | 70 |
2 | કોરિયા | 11 | 10 | 15 | 36 |
3 | જાપાન | 05 | 14 | 12 | 31 |
4 | ઉઝબેકિસ્તાન | 04 | 05 | 06 | 15 |
5 | હૉન્ગકૉન્ગ | 03 | 04 | 07 | 14 |
6 | ઇન્ડોનેશિયા | 02 | 01 | 05 | 08 |