ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની પણ શ્રેષ્ઠ નથી! ઈંગ્લેન્ડના પૂર્વ બોલરનું વિવાદાસ્પદ નિવેદન, દક્ષિણ આફ્રિકાને ગણાવી નંબર-1

3 Min Read

“ભારત સર્વશ્રેષ્ઠ ટીમ નહોતી”: ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ સ્ટીવ હાર્મિસને ટીમ ઈન્ડિયાની જીત પર ઉઠાવ્યા સવાલ

ટીમ ઈન્ડિયાએ 8 માર્ચે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને કારમી હાર આપી ત્રીજી વખત ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. જોકે, આ ભવ્ય વિજય બાદ ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સ્ટીવ હાર્મિસને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. હાર્મિસનનું માનવું છે કે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની ‘બેસ્ટ ટીમ’ નહોતી, પરંતુ દક્ષિણ આફ્રિકા પ્રદર્શનમાં વધુ સાતત્યપૂર્ણ હતું.

“ભારતે માત્ર મહત્વની ક્ષણો જીતી”

ટોકસ્પોર્ટ (Talksport) યુટ્યુબ ચેનલ પર વાત કરતા હાર્મિસને જણાવ્યું હતું કે, “અભિષેક શર્મા અને સંજુ સેમસનની ભાગીદારીએ ભારતને ફાઈનલમાં જીત અપાવી. ફ્લેટ ટ્રેક પર જસપ્રીત બુમરાહે આખી ટુર્નામેન્ટમાં તફાવત પેદા કર્યો. મને નથી લાગતું કે ભારત આ ટુર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમ હતી. દક્ષિણ આફ્રિકા શ્રેષ્ઠ ટીમ હતી, જ્યારે ભારત માત્ર ‘બેસ્ટ મોમેન્ટ’ ટીમ હતી. તેમણે મેચની મહત્વની ક્ષણોને પોતાના પક્ષમાં કરી લીધી.”

- Advertisement -

sem1.jpg

હાર્મિસને વધુમાં ઉમેર્યું કે ગ્રુપ સ્ટેજમાં ભારત એટલું ભરોસાપાત્ર લાગતું નહોતું અને ક્વાર્ટર ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પણ તેમને મુશ્કેલી પડી હતી. તેમના મતે, ભારત જ્યારે સારું નહોતું રમી રહ્યું ત્યારે પણ તેમના મોટા ખેલાડીઓએ જીતવાનો રસ્તો શોધી કાઢ્યો હતો, જે દક્ષિણ આફ્રિકા ન કરી શક્યું.

- Advertisement -

દક્ષિણ આફ્રિકાની સાતત્યતા અને ભારતનો પલટવાર

દક્ષિણ આફ્રિકાની ટીમને ટુર્નામેન્ટ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. પ્રોટિયાઝ ટીમે સુપર-8માં ભારતને પણ હરાવ્યું હતું. જોકે, સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારતા તેઓ બહાર થઈ ગયા હતા. બીજી તરફ, ભારતે સેમીફાઈનલ અને ફાઈનલ બંનેમાં 250થી વધુ રન બનાવીને પોતાની તાકાત બતાવી હતી. હાર્મિસને સ્વીકાર્યું હતું કે દબાણની ક્ષણોને ભારત કરતા વધુ સારી રીતે અન્ય કોઈ ટીમ હેન્ડલ કરી શક્યું નથી.

ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન

ભારતીય ટીમનો 2026ના વર્લ્ડ કપમાં સફર ઉતાર-ચઢાવવાળો રહ્યો હોવા છતાં અંતે તે વિજયી સાબિત થયો

sem.jpg

- Advertisement -
  • ગ્રુપ સ્ટેજ: અમેરિકા, નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેની તમામ મેચોમાં જીત મેળવી.
  • સુપર-8: દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર વાપસી કરી.
  • નોકઆઉટ: સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને એકતરફી મુકાબલામાં હરાવીને ચેમ્પિયન બન્યું.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઈશાન કિશનની અડધી સદીઓએ ભારતનો રસ્તો આસાન કરી દીધો હતો.

TAGGED:
Share This Article