એમજે અકબરે સ્થાપેલા સન્ડે ગાર્ડિયને પીએમ મોદીના 75મા જન્મ દિવસે 75 પેજનું અખબાર પબ્લીશ કર્યું. તમામ પેજ પર માત્ર અને માત્ર મોદી જ મોદી
વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ પાછલા કેટલાક વર્ષોથી ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભાનાં સાંસદ બન્યા અને ત્યાર બાદ વિદેશ મંત્રી પણ બન્યા હતા. તેમણે સ્થાપેલા સન્ડે ગાર્ડિયન નામનાં વીકલી અખબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મ દિવસે 75 પેજનું છાપું પ્રસિદ્વ કર્યું અને તમામ પેજ પર માત્ર અને માત્ર પ્રધાનમંત્રી મોદીના જ યશોગાન તથા તેમના જીવન કવન તથા 2014થી મોદી સરકારની કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.
75 પાના પીએમ મોદી વિશેના અહેલાવોની ભરમાર છે.
દરેક પેજ પર આકર્ષક લે-આઉટ બનાવીને સરકારની વિવિધ યોજનાઓ સાથે અન્ય મોદીને લગતા તમામ રિપોર્ટ પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. એમજે અકબરની સામે મી ટૂ મૂવમેન્ટમાં પત્રકાર પ્રિયા રમાણીએ જાતીય શોષણની ફરિયાદ કરતા અકબરે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી. બાદમાં અકબરે પ્રિયા રમાણીની સામે બદનક્ષીનો કેસ કર્યો હતો. પંરતુ તે કોર્ટમાં ટકી શક્યો ન હતો.
ધ સન્ડે ગાર્ડિયન વિશે..
ધ સન્ડે ગાર્ડિયન એક ભારતીય રવિવારે પ્રકાશિત થતું વીકલી અખબાર છે, જેની સ્થાપના રાજકારણી અને પત્રકાર એમ. જે. અકબર દ્વારા કરવામાં આવી છે. આ અખબાર iTV નેટવર્કની માલિકીનું છે, જે ઇન્ડિયા ન્યૂઝ અને ન્યૂઝએક્સ ચેનલો પણ ચલાવે છે 31 જાન્યુઆરી 2010 ના રોજ નવી દિલ્હીથી આ અખબાર શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં નવી દિલ્હી, મુંબઈ અને ચંદીગઢથી પ્રકાશિત થાય છે. આમ તો સામાન્યપણે આ અખબાર 40 પાનાનું હોય છે પણ પીએમ મોદીના 75મા જન્મ દિવસે 75 પાના પ્રસિદ્વ કરવામાં આવ્યા છે