હાલમાં યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે શહેરોના નામ બદલી નાખ્યા છે. જેમાં ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને અયોધ્યા કરી નાખ્યુ અને અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કરી નાખ્યુ. જેના કારણે ગુજરાતમાં પણ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાોન વિવાદ શરૂ થયો હતો. આ વિવાદ હજી શમ્યો નથી ને સુરતનું નામ સુર્યપુત્રી કરવાનો વિવાદ શરૂ થયો છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં સુરતના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ ભાજપની ટીકા કરતા કહ્યું હતું કે ‘સુરત માટે પણ સારા સમાચાર છે કે સુરતને ફમ નવું નામ આપવામાં આવશે.વડાપ્રધાનને દસ વર્ષ પહેલા સપનું આવ્યું હતું કે સુરતનું નામ પણ બદલવું જોઈએ. આજે એ સપનું વિજયભાઈ રૂપાણીની સરકાર પુરું કરશે.