આમ આદમી પાર્ટીના નવા સંગઠનના માળખાને લઈ વિરોધ જોવા મળ્યો છે અને તાપી જિલ્લાના હોદ્દેદારોએ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન સામે નારાજગી વ્યક્ત કરી પ્રમુખ, મહામંત્રી અને સહપ્રભારી સહિતનાઓએ રાજીનામા ધરી દીધા છે.
પક્ષમાં 107 હોદ્દેદારો પૈકી 33 તો માત્ર સુરતના હોવાની વાત છે.
નવા સંગઠનના નામે માત્ર સુરતના લોકોનો દબદબો વધારવા કારસો ઘડાયો હોવાની ચર્ચાઓ ઉઠી છે, પાર્ટી સાથે ગદ્દારી કરી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોને પણ પાર્ટીએ મોટું પ્રમોશન આપી દેવામાં આવ્યું હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.પ્રદેશ સંગઠનના 107 લોકોમાંથી 33 સુરતના છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પૈસા લઈ મોટો હોદ્દો આપ્યો હોવાના અક્ષેપો અને ચર્ચા ચાલી રહી છે.
વિગતો મુજબ તાપી જિલ્લામાંથી આમ આદમી પાર્ટીનું નવું સંગઠન જાહેર થયા બાદ તાપી જિલ્લાના હોદ્દેદારોએ પ્રમુખને રાજીનામા ધર્યા હોવાની વાત સામે આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી દ્વારા નવું સંગઠનનું માળખું જાહેર કરવામાં આવતાનવા માળખાથી પાર્ટીમાં ભડકો થયો છે અને સંગઠનની જાહેરાત બાદ પાર્ટીમાં ટોચના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.પૂર્વ ઉપપ્રમુખ ભેમાં ચૌધરીએ નવા હોદ્દાઓ પરથી આપ્યું રાજીનામુ છે. તાપી જિલ્લાના પૂર્વ કાર્યકારી પ્રમુખ સહિતના હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા છે.પૂર્વ મહિલા પ્રમુખ રીતુ બંસલ પણ પાર્ટીથી નારાજ છે.
આગામી સમયમાં પક્ષ પલટાની મૌસમ ખીલશે તેમ મનાઈ રહ્યું છે.
આમ,રાજકીય વાતાવરણ ગરમાયુ છે.