આજકાલ સોશયલ મીડિયામાં ફ્રેન્ડ બનાવી યુવતીઓ અને મહિલાઓને ઇઝીલી ફસાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે આવોજ એક બનાવ સુરતમાં બન્યો છે અને 25 દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવાને સુરતની ત્યક્તાને ફરવા લઈ જવાના બહાને એક બંગલામાં લઈ જઇ બળાત્કાર ગુજાર્યો હતો ભોગ બનેલી મહિલાએ સ્થળ ઉપરજ પોલીસ બોલાવતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.
સુરતનાં અડાજણ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતિ ડોલી (નામ બદલેલ છે )નાં દોઢ વર્ષ પહેલા છુટાછેડા થયા હતા. છુટાછેડા બાદ તે પરિવારથી અલગ ભાડાનાં મકાનમાં એકલી રહેતી હતી.
25 દિવસ પહેલા મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ પર તેની મુલાકાત સુજીત મનસુખ કોઠીયા (24) (રહે. કામરેજ ગામ) સાથે થતા તેઓ મોબાઈલ ઉપર ચેટિંગ કરતા થયા અને મુલાકાત પણ કરતા થયા ત્યારબાદ બે વખત ફિલ્મ જોવા પણ ગયા હતા. તારીખ 16મી માર્ચ 2022નાં બપોરે ડોલી તેનું મોપેડ લઇને સરથાણાં જકાતનાકા આવી ત્યારે ત્યાં સુજીત નો ભેટો થયો અને તેણે મિત્રની કારમાં ડોલીને બેસાડી ફરવા નીકળ્યા અને ઘલા ગામનાં રીયો કોલોનીનાં બંગલા નં 45માં ગયા હતા. ત્યાં અગાઉથી સુરતનું એક કપલ હાજર હતું.
સાંજનાં ચારેક વાગે ડોલી બંગલાના ઉપરનાં માળનાં બેડરૂમનાં વોશરૂમમાં ગઇ ત્યારે મોકો જોઈ સુજીત પણ ઉપરના માળે પહોંચ્યો હતો અને બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો હતો દરમ્યાન વોશરૂમમાંથી બહાર આવેલી ડોલીને પકડી લઈ શરીર સબંધ બાંધવાની માંગણી કરતા ડોલીએ ના પાડી હતી.છતાંપણ સુજીતે ડોલીને પકડી લઈ બળજબરી પૂર્વક મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. પોતાની સાથે બનેલી ઘટનાથી હેબતાઇ ગયેલી ઘટનાથી ડોલીએ 100 નંબર પર ફોન કયો હતો, પરંતુ ફોન નહીં લાગતા 181 પર ફોન કરી મદદ માંગતા 181ની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં ડોલીએ પોતાની સાથે બનેલી હકીકત જણાવતા આરોપી વિરુદ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
