સુરત : ની ઉમરા પોલીસ ફરી એકવાર ઉંઘતી ઝડપાઇ છે.ઉમરા વિસ્તારમાં ચાલતા હુક્કાબાર પર પીસીબી પોલીસે સમી સાંજે છાપો મારી ચાર યુવતી સહિત 39 લોકો ને રંગેહાથ હુક્કાનો નશો કરતા ઝડપી પાડયા છે.પિસીબી પોલીસે હુક્કાબાર માંથી સાધન – સામગ્રી સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ સંચાલક સહિત બે લોકોની અટકાયત પણ કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ચાલતા હુક્કાબાર અને દારૂના વેપલા સામે કડક કાયદો અમલમાં મુક્યો છે….હુક્કાબાર અને દારૂનો વેપલો કરનાર તત્વો સામે કડક હાથે કામ લેવા આદેશ કર્યા છે.ત્યારે પોલીસે પણ આ બદીને ડામવા લાલ આંખ કરી છે …જેના ભાગરૂપે સુરતના ઉમરા વિસ્તારમાં ચાલતા હુક્કાબાર પર સમી સાંજે પિસીબી પોલીસે છાપો માર્યો હતો.પિસીબી એ મળેલ બાતમીના આધારે ઉમરા વિસ્તારમાં આવેલ વેસુ સ્થિત રઘુવીર પ્લાઝામા પીસ ઓફ પફ નામના હુક્કાબાર માં આ છાપો માર્યો હતો….જ્યાં સ્થળ પરથી ચાર યુવતીઓ સહિત 35 નબીરા હુક્કાના નશામાં મળી આવ્યા હતા…..પિસીબી પોલીસે હુક્કાબાર ના સંચાલક સહિત બે લોકોની અટકાયત કરી હતી.સાથે સાથે હુક્કામાં વપરાતા સાધન- સામગ્રી પણ કબ્જે લેવામાં આવી હતી…જ્યારે નશામાં ઝડપાયેલ તમામ લોકોના પરિવારને જાણ કર્યા બાદ મુક્ત કરી દેવાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે આ બદી રોકવા પોલીસને કડક આદેશ કર્યા છે….ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન જ ઉઘતું ઝડપાયું છે….જેના કારણે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે…..પિસીબી ના દરોડા દરમ્યાન ઝડપાયેલ હુક્કાબાર છેલ્લા લાંબા સમયથી ચાલતો હોવાની ચર્ચા ઉઠી છે….જો કે આ મામલે હુકકબારના સંચાલકો સામે પિસીબી પોલીસ કેટલી કડક કાર્યવાહી કરે છે તે પ્રશ્ન હાલ ચર્ચાના ચગડોળે ચઢયો છે.