સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતન જાસોલીયાને નાયબ ડીડીઓ સુરત દ્વારા ફરજ મોકુફીનો હુકમ કરવા સામે જિલ્લાના તલાટીઓમાં નારાજગી ફેલાઈ ગઈ હતી અને ઓલપાડ તલાટી મંડળે ઓલપાડ મામલતદાર અને ટીડીઓને એક આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા તલાટી મંડળના આદેશના આજથી તાલુકાના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા તાલુકાની ગ્રામ પંચાયતોમાં પ્રજા અને સરકારી કામગીરી ઠપ થઈ ગઈ હતી.
વિગતો મુજબ પરીઆ ગામના રેગ્યુલર અને કારેલી ગામે કેતન જાસોલીયા ઇન્ચાર્જ તલાટી તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન ગતતા. 25 જુલાઈએ કારેલી ગામે બિનાબેન રાવ તેમની મિલ્કતનો કરવેરો ભરવા અને આકારણી નકલો મેળવવા ગયા તે સમયે તલાટી સહિત ગામના સરપંચ સાથે મહિલાએ રકઝક કરી ધમકી આપી હતી કે, હું આરઆરએસ (RSS)માં છું અને મારો પુત્ર આઈએએસ IAS છે. હું તમને જોઈ લઈશ. તલાટીએ મહિલાને રૂપિયા ભરેલ પાકી રસીદ આપી હતી. મહિલાએ 25મી જુલાઈએ તલાટી કેતન જાસોલીયા વિરૂધ્ધ ડીડીઓને ફરિયાદ કરતા તલાટી તે દિવસે જ ફરજ મોકુફીનો આદેશ કરતા તલાટીઓ એકજૂથ થઈ જતા અને વિરોધ કરતા કામ ઠપ્પ કરી દેતા જનતાના કામો અટવાયા હતા.