સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા કીરણ જેમ્સ એન્ડ જ્વેલરીમાંથી થોડા દિવસો પહેલા 1.35 કરોડના સોના અને હીરાની ચોરી તઈ હતી. ચોરી કરીને તસ્કરો ભાગી છુટ્યા હતા. આજ રોજ સુરત પોલીસે આ ઘટનાને અંજામ આપનારા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કતારગામ જીઆઈડીસી પાસે આવેલા કીરણ જેમ્સ જ્વેલરીમાંથી 5 કિલો સોનું અને 1 કરોડના હીરાની તસ્કરી થઈ હતી. ચોરી કરનાર આ પાંચ આરોપીઓની ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ઝડપી પાડી છે. હાલ આ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.