સુરતમાં કોરોનાનો એક કેસ પોઝિટીવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.. કોરોના કહેરને વધતો અટકાવવા માટે તંત્ર ખડેપગે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે તે પ્રસંશનીય છે. કોરોના વધતા કહેરને અટકાવવા માટે સ્થાનિક લોકો અને વેપારીઓ પણ સાથ અને સહકાર આપી રહ્યા છે. સુરત કાપડ માર્કેટ આગામી દસ દિવસ સુધી બંધ રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં 200 જેટલા કાપડ માર્કેટ આવેલા છે, આ તમામે તમામ શનિવારથી બંધ રહેશે. અંદાજે 5 લાખથી વધુ લોકો આ માર્કેટમાં કામ કરી પોતાની આજીવકા મેળવી રહ્યા છે. સુરતનું ધમધમતુ કાપડ માર્કેટ પણ દસ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના કાપડ માર્કેટમાં રોજ હજારો લોકોની અવર-જવર થતી હોય છે જેના કારણે રોક ફેલાવાની શક્યતાઓ વધી જતી હોય છે જેને લઇને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે
સુરત કાપડની સાથે સાથે હીરા નગરી પણ કહેવાય છે. સુરતમાં હીરા બજાર પણ બંધ કરવામાં આવી રહ્યા છે. દેશભરમાં વાઇરસને કારણે હાહાકાર મચી જવા પામ્યો છે અને લોકો મોતને ભેટી રહ્યા છે તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આ કોરોના વાયરસના પગપેસારો ગુજરાતમાં પણ થઇ ચૂક્યો છે ગત રોજ ગુજરાતમાં બે કેસ પોઝિટિવ આવ્યા બાદ આજે વધુ ત્રણ કેસ પોઝિટિવ આવતા તંત્રમાં હાહાકાર મચી જવા પામ્યો છે સુરતમાં એક વડોદરામાં એક રાજકોટમાં એક અને અમદાવાદના બે કેસે મળી કુલ પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે, ત્યારે આ પરિસ્થિતિને જોઇને સરકાર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે ત્યારબાદ સુરતના બીચ સુવાલી બીચ અને ડુમ્મસ બીચને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કાયદાનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમજ લોકોને શહેરમાં કોઈ પણ જાતના વરઘોડો નહિ કાઢવા પણ અપીલ કરી છે.