સુરતના મોટા વરાછા વિસ્તારમાં 261 પિતા વિહોણી દીકરીઓના ભારે ધામધૂમ પૂર્વક સમુહ લગ્નનું આયોજન થયું. જેમાં સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણીએ ચાર દિકરીઓનું કન્યાદાન કરીને પિતા તુલ્ય ભૂમિકા પણ અદા કરી હતી. લાડકડી લગ્નોત્સવમાં 261 જેટલી દીકરીઓને પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂવાત કરી હતી. પિતા વિહોણી 261 દિકરીઓમાં 6 મુસ્લિમ, ત્રણ ખ્રિસ્તી દીકરીઓનો પણ સમાવેશ થતો હતો. તેઓને તેમના ધર્મની પરંપરા અને રીતરિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા.
