દેશવિરોધી પ્રવૃતિઓ મામલે એનઆઈએ અને એટીએસની ટીમોએ ગુજરાતના ચાર શહેરોમાં કરેલા સર્ચ ઓપરેશન બાદ રાજયમાં ઈન્ટેલીજન્સ અને સાયબર ક્રાઈમ વિભાગ એલર્ટ થઈ ગયો છે.
છ રાજ્યોના 12 જિલ્લામાં એનઆઈએએ 13 સ્થળે પાડેલા સામૂહિક દરોડામાં અમદાવાદ, સુરત નવસારી અને ભરૂચમાં પણ એટીએસની સાથેની કાર્યવાહી દરમિયાન અનેક શકમંદોની પૂછપરછ થઈ હતી.
રાજ્યમાં કેટલાક લોકોની શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવી હતી જેને લઈને રાજ્ય પોલીસે ઈન્ટેલીજન્સ અને સાયબર ક્રાઈમને કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હોવાનુ ઉચ્ચ અધિકારીનું કહેવું છે.
ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની સાથે મળીને લાલગેટ કાસકીવાડમાંથી જલીલ નામના ઇસમની પુછતાછ કરી હોવાની વિગતો સામે આવી છે સાથેજ જલીલના રાંદેર ખાતે રહેતા 21 વર્ષીય મિત્ર ઉમરની પણ પોલીસે પુછતાછ કરી હોવાની વાત સામે આવી છે.
કર્ણાટકમાં ઝડપાયેલા આતંકવાદીની ઇન્કવાયરી દરમિયાન જલીલ સહિત કેટલાક ઇસમોના નામો સામે આવતા તપાસ શરૂ થઈ છે.
સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરસેપ્શન દ્વારા NIAની ટીમને ત્રણ યુવક દેશવિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં બહાર આવતા તેના આધારે ગુજરાત ATS અને NIAએ સુરત એસઓજીની NIAના સ્ટાફે જલીલને વર્ષ 2021ના કર્ણાટક કનેક્શન બાબતે પૂછપરછ શરૂ કરી હોવાનું કહેવાય છે. જલીલની NIAના એસપી જાતેજ ઇન્કવાયરી કરી રહયા છે, જલીલ યુપીમાં એક વર્ષ અગાઉ જમાતમાં ગયો હતો એ વખતે સંપર્કમાં આવ્યો હોવાનું મનાય છે.
જલીલ મદ્રેસામાં બાળકોને ઉર્દૂ ભણાવે છે અને ધો-10 સુધી ભણેલો છે,અગાઉ જલીલ રિક્ષા ચલાવતો હતો અને સાથે કાપડ દલાલીનું પણ કામ કરતો હતો. જ્યારે જલીલના રાંદેર ખાતે રહેતા 21 વર્ષીય મિત્ર ઉમરની પણ NIAના સ્ટાફે 2 કલાક સુધી પૂછપરછ કરી જવા દીધો હતો. બંનેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરવામાં આવી રહયા છે અને કોની કોની સાથે સંપર્કમાં હતા તેની તપાસ ચાલી રહી છે.