સુરત ના પુણા સાકેતધામથી મમતાપાર્ક ખાડી બ્રિજ સુધી અને લક્ષ્મણનગરથી કરંજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી 2.55 કિ.મીની લંબાઇની કોયલી ખાડીને રિમોડલિંગ અને રિસ્ટ્રક્ચરિંગ કરવા પાલિકાએ155 કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડતા હવે આ કામ આગળ વધે તેવી આશા બંધાઈ છે.
જોકે મંગળવારે યોજાનારી પાલિકાની ગટર સમિતિની બેઠક અગાઉ જ પાલિકાએ ટેન્ડર ઇસ્યુ કરી દીધા હોવાની વાત ચર્ચા માં રહી છે. જયારે જયારે ચુટણીઓ આવે ત્યારે જ આ કામ યાદ આવે છે . પાલિકા, વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓમાં વિપક્ષ દ્વારા વરાછા ખાડીને પેક કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવતો રહે છે. વિધાનસભાની ચૂંટણીનું વર્ષ હોવાથી હવે આ પ્રશ્નના ઉકેલ માટે શાસકોએ ખાડીને આરસીસી બોક્સ વડે પેક કરી રિડેવલપ કરવા વ્યૂહ રચના ઘડી નાંખી છે.
સુરત ના વરાછા, પુણા, સરથાણા, સીમાડા વિસ્તારમાંથી પસાર થઇ ઉધના પહોંચતી 8.50 કિ.મી લાંબી કોયલી ખાડીને પાલિકા હવે આરસીસી બોકસથી કવર કરીને રસ્તો બનાવશે. આ માટેની રૂપિયા 500 કરોડની યોજનાને વર્ષ 2017માં પાલિકાના શાસકોએ સૈધ્ધાંતિક મંજૂરી આપી હોવાછતાં હજુ કઈ થયું નથી અને ચૂંટણીઓ આવે ત્યારે આ કામ માટે ચર્ચાઓ થતી રહે છે.
સોમવાર, મે 19
Breaking
- Breaking: BCCIનો મોટો નિર્ણય: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર!
- Breaking: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ થયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે પિતાનું નિવેદન
- Breaking: અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા: ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી