સુરત કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા સ્કૂલ નજીક ફ્રુટની લારી ચલાવતા યુવકને બે મહિલાઓએ જાહેરમાં માર માર્યો હતો. મહિલાઓએ મોસંબીની લારીવાળા સાથે ભાવને લઈને રકઝક કર્યા બાદ છેડતીનો આરોપ મુકી જાહેરમાં માર મારતાં લોકોએ વચ્ચે પડી મહિલાઓને ઘરે મોકલી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.. જો કે એક રાહદારીએ પોતાના મોબાઈલમાં આ ઘટના કંડારી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
કતારગામમાં આવેલી ગજેરા સ્કૂલ સામે રોડની બાજુમાં મોસંબી ફ્રુટની લારી ચલાવતાં યુવકને બે મહિલાઓએ માર માર્યો હતો. મહિલાઓએ ફ્રુટની લારીવાળા સાથે ભાવને લઈ રકજક કરી હતી.જ્યાં બાદમાં યુવકે છેડતી કરી હોવાના આરોપ સાથે બંને મહિલાઓ રણચંડી બની ગઈ હતી…બંને મહિલાઓએ ફ્રુટ વાળાને પકડી માર મારવાનો શરૂ કર્યો હતો… જ્યાં ઘટના સ્થળે હાજર એક યુવકે મહિલાને છોડાવીને ત્યાંથી રવાના કરી દીધી હતી….. જો કે, ત્યાંના એક રાહદારીએ મોબાઈલમાં સમગ્ર દ્રશ્યો કેદ કરી સોશિયલ મીડિયામાં ફરતા કરી દીધા હતા….