અત્યાર સુધી ડામરના રોડ બનતા આવ્યા છે અને તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનું અનેકવાર સામે આવ્યું છે પણ જમાનો હવે બદલાયો છે અને નવી ક્રાંતિ આવી રહી છે જે મુજબ હવે મજબૂત અને ટકાઉ રોડના વિકલ્પ ખુલ્યા છે.
સુરતના કિમથી એના ગામ સુધી 36.93 કિલોમીટરમાં સ્ટિલ સ્લેગનો રોડ બનાવવાનું કાર્ય શરૂ થયું છે. સ્ટીલ સ્લેગમાંથી બનેલો આ રોડ રાજ્યનો સૌથી મોટો રોડ છે. મુંબઈ-વડોદરા એક્સપ્રેસ રોડ માટે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને સ્ટીલ સ્લેગ ઓર્ડર મળ્યો છે, અને ખાનગી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ રોડ તૈયાર કરવામાં આવશે.
રોડ બનાવવામાં 10 હજાર ટન સ્ટીલ સ્લેગનો ઉપયોગ થશે. હાલ 350 ટન સ્ટીલ સ્લેગના પ્રથમ કન્સાઈન્ટમેન્ટ સાથે 18 ટ્રક આવી ગયા છે. આ પહેલા હજીરામાં 100 ટકા સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને પ્રયોગિક ધોરણે ભારતનો પ્રથમ સ્ટીલના સ્લેગનો રોડ તૈયાર કરવામાં આવ્યો હતો જેના પર પર દરરોજ 1200થી વધારે ભારે વાહનો દોડે છે. જે સફળ થતાં હવે અન્ય રોડમાં પણ સ્ટિલના સ્લેગનો ઉપયોગ કરવા ચક્રો ગતિમાન થયા છે.
સ્ટિલ સ્લેગ રોડ સિમેન્ટ-કોંક્રિટના રોડ કરતા મજબૂત હોય તે જલ્દી તૂટી જતો નથી અને ટકાઉની દ્રષ્ટિએ પણ ડબલ હોય છે
સામાન્ય રીતે કોંક્રિટનો રોડ અથવા આરસીસીનો રોડ બનાવવા માટે નેચરલ એગ્રીગેટ એટલે કે, પર્યાવરણને નુકસાન થાય તેવા મરટીયલનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સ્ટીલનો સ્લેગ એક તો વેસ્ટેઝ હોય છે. જેથી તેનો રોડ બનાવવામાં ઉપયોગમાં થતો હોવાથી પ્રદૂષણ ઓછું થશે અને સ્ટીલ કંપનીઓના વેસ્ટેઝનો પણ ઉપયોગ થશે.’
સિમેન્ટ કોંક્રિટના રોડ કરતા સ્લિટ સ્લેગનો રોડની પકડ મજબૂત હોય છે. ભારે વાહનો પસાર થાય તો પણ તેને વર્ષો સુધી અસર થતી નથી.
આમ,સ્ટીલ સ્લેગનો ઉપયોગથી આધુનિક માર્ગ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે.