આજકાલ ફિલ્મો જોઈને યુવાનો ને બોડી બનાવવા નો ચસ્કો લાગ્યો છે પરંતુ ખોટા રસ્તે બોડી બનાવવા જતા તેનું શું પરિણામ આવે તે મારે સુરત નો આ કિસ્સો અચૂક ધ્યાને લે.
સુરતના અડાજણ સ્નેહસંકુલા વાડી નજક પાર્ક કરેલી એક કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેની ઓળખ મિજલ કેરીવાલા તરીકે થઈ હતી પોલીસ તપાસ માં બહાર આવેલી વિગતો માં તે ઉધના વિસ્તારમાં આવેલાં એક જીમમાં જીમ ટ્રેનર તરીકે નોકરી કરતો હતો. પોલીસને મિજલની કારમાંથી શંકાસ્પદ ડ્રગ્સની બે બોટલ અને એક ઈન્જેક્શન મળી પણ આવ્યા હતા.
મિજલ ના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં મિજલનાં મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો તે જોઈ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં બહાર આવેલી વિગતો માં સ્ટિરોઈડ્સના ઈન્જેક્શનથી મિજલનું મોત નિપજ્યું હતું. સ્ટિરોઈડનું ઈન્જેક્શન લીધા બાદ મિજલની બોડી ઉપર સાઈડ ઇફેક્ટ થઈ હતી અને સ્ટિરોઈડની સીધી અસર હાર્ટ સહિતનાં અન્ય અંગો પર પડી હોવાનું પણ પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. આમ બોડી બનાવવા માટેનું સ્ટિરોઈડ ઈન્જેક્શન મિજલ માટે જીવલેણ નીવડ્યું હતું. ત્યારે આ કિસ્સો આજના યુવાનો માટે લાલબત્તી સમાન છે અને દેખાદેખી માં બોડી બનાવવા માટે ડ્રગ્સ કે પાવડરનું સેવન કરતા પહેલા સો વખત વિચાર કરજો અન્યથા બોડી બનાવવાના ચક્કરમાં ક્યાંક જીવ જવાનું જોખમ રહેલું છે.
