તાપી જીલ્લામાં એક ઐતિહાસિક ઘટના બનવા પામી છે. જેમાં ડ્રોન કેમેરા ના ઉપયોગથી રેતીચોરોને ભૂસ્તર વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. બપોરના સમયે સુરત જિલ્લાના કાકરાપાર, બલાલ તીર્થ તેમજ તાપી જિલ્લાના કણઝા, કાળા વ્યારા ખાતે તાપી નદીમાં ચાલતા ગેરકાયદે રેતીખનનને ડ્રોન સર્વેથી પકડી પાડવામાં આવ્યું હતું.
બાઝ નાવડી થી ખનન કરવામાં આવતું હતું. આશરે ત્રીસ કરતા વધુ બાઝ નાવડી ડ્રોન ની નજરમાં આવી ગઈ. આશરે દસ કરતા વધારે ટ્રકો પણ કેમેરા માં ઝડપાઈ ગઈ હતી. આ ઘટના અંગે બે દિવસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે.