દક્ષિણ ગુજરાત વીજ કંપની ના કર્મચારીઓ ના પડતર પ્રશ્નો નો નિકાલ નહિ આવતા હવે પીએમ મોદી સામે આ વાત નો વિરોધ વ્યક્ત કરવા માટે તખ્તો ગોઠવાયો છે. વિગતો મુજબ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહિ આવતા સોમવારે મીટિંગમાં પણ પદાધિકારીઓ હાજર નહીં રહેતાં યુનિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 31મી ઓકટોબરની કેવડીયા કોલોની ખાતેની મુલાકાત દરમિયાન વીજકર્મીઓને કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવાનું એલાન આપ્યું છે. તેમાં એમજીવીસીએલના કર્મચારીઓ પણ જોડાશે. અગાઉ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે મેનેજમેન્ટ અને સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓની રજૂઆતો નહીં સાંભળવી, રજૂઆત માટે તક નહીં આપવી, મીટિંગની લેખિત મિનિટ્સ આપી હોવા છતા અનફેર લેબર પ્રેક્ટિસ કરતા હોવાના આક્ષેપો કરાયા હતા. આમ હવે વીજ કંપની ના કામદારો પોતાની માંગણી માટે મેદાન માં આવતા તંત્ર સાબધું બન્યું છે.
