હાલ માં કોરોના ની મહામારી માં લોકો ના નોકરી ધંધા બંધ થઈ ગયા છે અને આવક લગભગ બંધ જેવી જ થઈ ગઈ છે અને એક તરફ મોંઘવારી વધતા ઘરના ખર્ચ કાઢવા મુશ્કેલ થઈ રહ્યા છે ત્યારે અત્યારસુધી માં કેટલાય લોકો એ જીવન ટુકાવી લીધા ની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે ત્યારે આવો જ એક બનાવ નવસારી ના મરોલી વિસ્તારમાં બન્યો છે જેમાં શિક્ષક ના ટયુશન કલાસ બંધ થઈ જતા આવક બંધ થઈ જતા તેઓ એ આત્મહત્યા કરી લીધી હતી.
વિગતો મુજબ મૂળ બોરસી-માછીવાડ ના રહીશ અને હાલ મરોલી-કડોલી રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય વિપુલભાઇ કાંતિભાઈ ટંડેલ એ આત્મહત્યા કરી લીધી હતી તે માતા સંગીતબેન કાંતિભાઈ સાથે રહેતો હતો. વિપુલ સચીનમાં એક શાળામાં શિક્ષકની નોકરી કરતો હતો તેમજ મરોલીમાં ટ્યૂશન કલાસ ચલાવતો હતો. હાલમાં શાળા તથા ટ્યુશન બંધ થતાં રોજગાર નહીં મળતા એમના જ ઘરે નાયલોન દોરી પંખા સાથે બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. એમની માતા મજૂરી કરવા ગયા હતા. એકના એક દીકરાએ ફાંસો ખાતા માતા પર દુઃખનું આભ ફાટ્યું હતું. પિતા પણ બે વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા. સંગીતાબેને આ અંગે મરોલી પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી.
