વલસાડ બાદ નવસારીમાં પણ કોરોના ની સ્થિતિ ગંભીર બની છે અને નવસારી શહેર અને જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 31 કેસ નોંધાતા ભારે ચકચાર મચી ગઇ છે. સાથેજ કોરોના પોઝિટિવનો આંકડો વધીને 343 થઈ જવા પામ્યો છે. અહીં ચોંકાવનારી વાત તો એ છે કે વાંસદાના મામલતદારના પત્ની અને નવસારી નગર પાલિકાના ચીફ ઓફિસર નો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો છે અને તે સાથે કુલ 31 દર્દીઓ નોંધાયા છે. જેમને સારવાર અર્થએ કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. કોરોના દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર માં ચિંતા સાથે દોડધામ નો માહોલ જોવા મળ્યો હતો અને જ્યાં જ્યાં કોરોના પોઝિટિવના કેસ મળી આવ્યા છે તેવા વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે
નવસારીમાં કોરોના બેકાબુ બની ગયો છે અને જિલ્લા ના વાંસદાના મામલતદારના પત્ની આશાબેન શાહ, નવસારી પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ સહિતના 31 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેથી કુલ 343 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 163 દર્દીઓ સાજા પણ થયા છે અને હજુ 161 લોકો કોવિડ -19 હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ આજે એકસાથે 31 દર્દીઓ કોરોના પોઝીટીવ નોંધાતા ભારે ટેંશન ઉભું થયું છે.
