હાલ હવામાન વિભાગ દ્વારા કકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી હોય લોકો સ્વેટર ખરીદવા કે કબાટ માંથી કાઢવા વિચારી રહ્યા હતા ત્યાંજ નવસારી માં અચાનક વરસાદ ચાલુ થઈ જતા રેઇન કોટ પહેરી બહાર જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી વિગતો મુજબ નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવવા સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને ઝરમર વરસાદ ચાલુ થયો હતો વરસાદી માહોલ વચ્ચે દિવાળીના દિવસે બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર બેસીને ફટાકડા કે દિવાળી ની ચીજ વસ્તુઓ વેચતા ફેરિયાઓ માં દોડધામ મચી હતી અને વસ્તુઓ વરસાદ માં પલળી જાય તો નકામી થઈ જવાનો ડર ઉભો થયો હતો, જેથી ફેરિયાઓ મુશ્કેલી માં મુકાયા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ માવઠા ને લઈ ખેડૂતો માં પાક બગડવા ની ચિંતા સતાવી રહી છે. જો વરસાદ વધુ પડે તો ખેતીના પાક ને નુકસાન થઈ શકે છે.
