યુકે માં કોરોના નો નવો સ્ટ્રેન જોવા મળ્યા બાદ દુનિયાભર માં ભારે ફફડાટ જોવા મળ્યો છે ત્યારે ઈંગ્લેન્ડથી સુરત માં હજીરા ખાતે રહેતા પોતાના માતા-પિતાને મળવા આવેલી મહિલા નો કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયુ છે. આ મહિલા ના સંપર્કમાં આવતા તેની માતા અને બહેનને પણ કોરોના નો ચેપ લાગતા ત્રણેયને સુરતના નવા સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે અલાયદા વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે જ્યારે પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ત્રણેયનાં સેમ્પલને ટેસ્ટ માટે પુણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યાં છે, જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.
યુકે નિવાસી 32 વર્ષીય મહિલા ક્રિસમસની રજા હોવાથી ગત 10મી ડિસેમ્બરના રોજ હઝીરામાં રહેતાં માતા-પિતા અને બહેનને મળવા આવી હતી. ત્યાર બાદ ગત 20મીએ આ મહિલા યુકે પરત જવા નીકળી હતી. દિલ્હી એરપોર્ટથી ફ્લાઈટ બંધ હોવાથી પરત સુરત પરત આવી હતી.દરમ્યાન સુરત જિલ્લા આરોગ્ય વિભાગે ગત 27મીએ પરિણીતા અને તેના સંપર્કમાં આવેલાં માતા-પિતા તેમજ બહેનનો પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં પરિણીતા તેમજ તેની માતા અને બહેનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્યતંત્ર ચોંકી ઊઠ્યું હતું અને તેઓને તરત જ ત્રણેયને સુરતના નવા સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલના દસમા માળે અલાયદા વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યા છે સારવાર શરૂ કરવામાં આવી છે.
