છેલ્લા કેટલાક વર્ષો થી ઋતુચક્ર બદલાયું છે અને વરસાદ ના ઝાપટા લગભગ વર્ષભર ચાલુ રહેતા હોવાનું વાસ્તવિક બન્યું છે ત્યારે ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જિલ્લા માં બરફ ના કરા સાથે કમોસમી વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બની ગયું છે લગભગ પાંચ મિનિટ થયેલા વરસાદથી ખેડૂતો ચિંતા માં મુકાયા છે. ગત રોજ સાંજે ધુલિયા જિલ્લાના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે કરા અને કમોસમી વરસાદ પડ્યો હતો. ઘઉં, મકાઈ, કેળા, પપૈયા, લીલા પાકને નુકસાન થયું છે. ભારે પવન સાથે કમોસમી વરસાદમાં શિરપુર નિવાસી રાજેન્દ્ર માળીનું મોત નીપજ્યું હતું. જ્યારે આઠ ઇજાગ્રસ્ત થયા હતા.
ઘણા વાહનના કાચ પણ તૂટી ગયા
ભારે પવનમાં ઘણા ઘરના પતરા ઉડી ગયા હતા. ઇલેક્ટ્રિક વાયર તૂટી પડતાં શહેરના અનેક ભાગોમાં વીજળી ડૂલ થઈ હતી. ધુલિયા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કરા અને કેમાસમી વરસાદ પડ્યો હતો. કરા એટલા જોરદાર ફટકાર્યા કે ઘણા વાહનના કાચ પણ તૂટી ગયા હતા. પાક, મકાનો અને વીજળી નિગમને સૌથી વધુ નુકસાન થયું છે. તોફાની તોફાનને કારણે પહેલા 4 મિનિટના વરસાદને કારણે મોટું નુકસાન થયા ના અહેવાલ છે આ ઘટના ને પગલે જિલ્લા નું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે
