કોરોના માં ભલે મંદી નો માહોલ હોય પણ સુરત માં કરોડો રૂપિયા ની ઘારી ની ખરીદી થઈ છે.
સુરત માં તહેવારો આવતા જ તેજી આવી જાય છે.
સુરત માં અઠવાડિયા અગાઉ થી જ ઘારીની ખરીદી શરૂ થઈ ગઈ હતી અને એકમાત્ર સુમુલડેરી ની જ 70 ટન ઘારી સૂરતીઓ લઈ ગયા છે આ સિવાય ચોર્યાસી ડેરી સહિતના વિવિધ મોટા ઉત્પાદકો દ્વારા 2થી 3 ટન ઘારી બનાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે.
આજે રવિવારે ચંદી પડવાના દિવસે અંદાજે રૂ.6 થી 8 કરોડ ની કિંમત ની 80,000 કિલોથી વધુ ઘારી સુરતીઓ માં ખરીદી નીકળી છે. વધુમાં રૂ.180થી 240 કિલોએ મળી રહેલા ભૂસુ-ચવાણુ ની ખરીદી પણ નીકળી છે. 1 અંદાજ મુજબ સરેરાશ 1 કિલો ઘારી સાથે 250 ગ્રામ ભૂસું પણ સૂરતીઓ ખરીદી કરી રહયા છે એટલે કે 40 લાખ રૂપિયાનું ભૂસુ પણ વેચાઈ જશે.
પાછલા વર્ષે સુમુલ દ્વારા ચંદી પડવા પૂર્વે 70-75 ટન એટલે કે 70થી 75 હજાર કિલો ઘારીનું વેચાણ થયું હતું. આ વખતે 67 ટન ઘારી એટલે કે 67 હજાર કિલો ઘારીનું વેચાણ થઈ ચૂક્યું છે. જ્યારે ચોર્યાસી ડેરી દ્વારા 2.5 ટન ઉપરાંત અન્ય શહેરના મોટા ઉત્પાદકો દ્વારા 2થી 3 ટન ઘારીનું વેચાણ કરવામાં આવ્યું છે. ઉત્પાદકોના મત પ્રમાણે, ઘરે બનાવેલી ઘારી ખાનારો પણ એક અલગ વર્ગ પણ સુરત માં છે જેઓ ઘરે જ ઘારી તૈયાર કરે છે જેના કારણે માવાની પણ મોટા પાયે ખરીદી થઈ છે.આમ સૂરતીઓ ના પોતીકા ગણાતા ચંદી પડવા ના આજના દિવસે કરોડો ની ઘારી વેચાઈ છે.
