આજે ઉકાઇ ડેમની સપાટી 320 ફુટને પાર કરી 320.51 ફૂટ નોંધાઇ હતી. ઉકાઇ ડેમનું રૂલ લેવલ 333 ફુટથી સપાટી હવે 13 ફુટ જ દૂર હોવાથી સત્તાધીશો ડેમના કેચમેન્ટમાં વરસાદ અને આવનારી પાણીની આવક પર ચાંપતી નજર રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં 317.57 ફૂટ સપાટી હતી. જે બે દિવસમાં વધીને 320.51 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
મહત્વનું છે કે ઉકાઇ ડેમના કેચમેન્ટવિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ટેસ્કાથી લઇને ઉકાઇ ડેમ સુધીના તમામ 51 રેઇનગેજ સ્ટેશનોમાં સતત થઈ રહેલા વરસાદને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
છ
મળી રહેલા અહેવાલ મુજબ 24 કલાકમાં મહારાષ્ટ્રના હથનુરના કેચમેન્ટના બુરહાનપુરમાં 5.5 ઇંચ, અકોલા અને વાનખેડમાં ચાર ઇંચ સહિત 467 મીમી વરસાદ પડતા પાણીની આવક વધતા હથનુર ડેમના તમામ 41 દરવાજા સંપૂર્ણ ખોલી નાખીને 1.75 લાખ ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે.
હથનુર ડેમની સપાટી 214 ફૂટ નજીક પહોંચી જતા પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવતા ઉકાઈ ડેમની જળ સપાટી વધી છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોય આગામી કલાકોમાં ઉકાઇ ડેમમાં હેવી ઇનફલો આવવાની શક્યતાને લઈ તંત્ર સતત નજર રાખી રહ્યું છે.
હજુ બે દિવસ પહેલાં 317.57 ફૂટ સપાટી હતી. જે હવે વધીને 320.51 ફૂટ પર પહોંચી ગઈ છે,ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ હોય તંત્ર સતત નજર રાખી રહ્યું છે.