સુરત માં પોલીસ ના ચોક્ક્સ માણસો સરકારી પગાર ખાઈપીને ઉપર થી બે નંબર ના ધંધા ચાલુ રાખવા ગેરકાયદે રીતે મોટી રકમ પડાવતા હોવાની હકીકત બહાર આવી છે અને આ જાકુબી ના ધંધા માં કેશીયરો ની ભૂમિકા અત્યંત મહત્વ ની છે,સુરત સહિત દક્ષિણ ગુજરાત માં આવા ધંધા પુર બહાર માં ચાલે છે અને બેકારી માંથી આવતા કેટલાય ના મરચા ઉડી જાય છે. સુરત થી લઈ છેક ભીલાડ સુધીના એરિયા માં તોડબાજ પોલીસવાળા ને મલાઈ જ મલાઈ હોવાની વાતો સામાન્યરીતે જૂની થઈ ગઈ છે. ત્યારે હાલ તો સુરત ના PCB માં ફરજ બજાવતા હેડ પોલીસ કોન્સ્ટેબલ કમ કેશિયર ચેતન વસંતરાય સિમ્પી અને તેમના બે પંટર પ્રફુલ્લ રમેશ ઠાકોર અને પ્રમોદ શંકર રાવત સુરત ના ઉન વિસ્તાર માં જુગાર નો અડ્ડો ચાલુ કરાવવા રૂપિયા 50,000 ની લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ દરેક દારૂ , જુગાર ના અડ્ડાવાળા પાસે થી હપ્તા લેનારા પોલીસ ના કેશીયરો સાવધાન ની ભૂમિકા માં આવી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે , પોલીસ હેડ કોન્સ્ટેબલ શિમ્પી આ બાબત માં ખુબજ જાણકાર માણસ છે અને ધોમ રૂપિયા બનાવ્યા હોવાની વાતો ચર્ચા ના એરણ ઉપર રહી છે અને બેનામી સંપત્તિ હોવાની પણ ચર્ચાઓ વચ્ચે હાલ તો આ પ્રકરણ માં એવી પણ વાતો થઈ રહી છે કે આ મેટર માં કેશીયરો નું શીતયુદ્ધ પરાકાષ્ટા ઉપર છે અને DCB ના બે ઉચ્ચ અધિકારીઓ ના કેશીયરો એ આખો ખેલ પાર પાડ્યો હોવાની પણ ચર્ચા છે અને અડ્ડાવાળા આ પ્રકરણમાં કોન્સ્ટેબલ ભેરવાયો હોવાની પણ વાતો ઉઠી છે અલબત્ત DCB ના કેશિયરો સુરત ની નામચીન જોડી માંથી એક હોવાની ચર્ચા છે. જોકે, ખાસ કરીને સુરત પોલીસખાતા માં ભારે ચર્ચાસ્પદ બનેલી આ ઘટના માં હાલ તો કેશીયરો ની આંતરીક લડાઈ ની વાતો સામે આવી રહી છે પરંતુ ‘છીંડે ચડયો તે ચોર ‘ એ કહેવત હવે સામાવાર માં ક્યાંક બીજો ભેખડે ભરાય તેવું પુનરાવર્તન પણ થઈ શકે તેવી રસપ્રદ વાતો જાણકારો માં ચર્ચાઈ રહી છે ત્યારે જે પકડાયા છે તેઓની તપાસ કરવામાં આવે તો નોટો ક્યાંથી અને કેટલી આવતી હતી અને તે કોને કોને જતી હતી તે પણ તપાસ નો વિષય છે એટલું જ નહીં બે નંબર ની સંપત્તિ અંગે પણ તપાસ થવી જોઈએ તેવી સર્વત્ર માંગ ઉઠવા પામી છે.
