કોરોના માં જનતા ના ધંધા ભાંગી પડ્યા છે અને ખાનગી નોકરિયાતો ની હાલત તો અત્યન્ત ખરાબ થઈ ગઈ છે અને મધ્યમ વર્ગ ભાંગી ને ભુક્કો થઈ ગયો છે ત્યારે રાજકીય નેતાઓ ગેરકાયદે કામો ચાલવા દેવા માટે નાની મોટી ઉઘરાણી માં પડ્યા હોવાના કિસ્સા નોંધાઇ રહ્યા છે,સુરત માં ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પાર્ટી ના કોર્પોરેટરોની લાંચ લેવાની સત્તાવાર સંડોવણી બહાર આવતા પ્રજા માં લોકશાહી દેશ માં આ વાત વિચિત્ર લાગી રહી છે. ગેરકાયદે બાંધકામમાં લાંચ લેવાના પ્રકરણમાં કોંગ્રેસ-ભાજપ બન્ને એકજેવા છે.
ચાલુ ટર્મ ની જ વાત કરવામાં આવે તો સુરતમાં ભાજપ- કોંગ્રેસના ૬ કોર્પોરેટર સામે લાંચ અંગેના ગુના નોંધાઇ ચુકયા છે. ભાજપ- કોંગ્રેસના તોડબાજ કોર્પોરેટરો હાલ તો બેકારી ભગવવા માટે ગેરકાયદે બાંધકામ ક્યાં ક્યાં થઈ રહ્યું છે તે શોધવામાં પડ્યા છે જોકે અગાઉ આ કામ માત્ર ચોક્કસ કહેવાતા પત્રકારો કરતા હતા.
સુરતના ભેસ્તાન વિસ્તારમાં કોંગ્રેસના કોર્પોરેટર સતીષ પટેલ અને તેમના એક સાગરિત સામે રૂ.૧૫ હજારની લાંચ માંગવા માટે ગુનો નોધાયો છે.જોકે કોર્પોરેટર ઝડપાયા નથી પણ સાગરીત રંગેહાથ પકડાઇ ગયો છે. સુરતમાં કોર્પોરેટરોની ચાલુ ટર્મમાં આ અગાઉ ભાજપના બે અને કોંગ્રેસના બે કોર્પોરેટરો સામે લાંચ મામલે ગુના નોંધાઇ ચુકયા છે અને હવે તો નાની રકમ માટે પણ માંગણી કરવા માંડ્યા હોવાની વાતો ચાલી રહી છે.
લિંબાયત ઝોન વિસ્તારમાં ભાજપના મીના રાઠોડ અને તેના પતિએ ગેરકાયદે બાંધકામ બદલ રૂ.૫ લાખની લાંચ માગી હતી. કતારગામ ઝોનમાં ભાજપના જ જેન્તી ભંડેરી એક દવાખાનાના ગેરકાયદે બાંધકામ મુદ્દે ફરિયાદ નહી કરવા રૂ.૫૦ હજારની લાંચ લેતા ઝડપાયા હતા. કોગ્રેસના કોર્પોરેટર કપિલા પટેલ અને તેમના પતિ પલકેશ પટેલ લાંચ કેસમાં પોલીસના હાથે પકડાયા હતા.
સેન્ટ્રલ ઝોનમાં ભાજપના કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઈ અને પિતાએ ગેરકાયદે બાંધકામ માટે લાંચ માગી હતી તેઓ પણ રંગે હાથ પકડાઈ ગયા હતા જ્યારે ઉધના ઝોનના લીલા સોનવણેના પુત્રએ કોર્પોરેટરની ઓફિસમાં જ લાંચ લેતાં પકડાયા હતા.આ વાત માત્ર સુરત ની જ છે જ્યારે આખા ગુજરાત માં શુ ચાલતું હશે તેનો સહેજેય ખ્યાલ આવી શકે છે જોકે સુરત માં લાંચ લેવા મામલેભાજપ કોંગ્રેસ બન્ને પક્ષ ના નેતાઓ એકબીજા નું માથું ભાંગે તેવા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.ત્યારે જો પૈસા લઈને ગેરકાયદેસર કામો ચાલવા દેતા આવા નેતાઓ જનતા નું શુ ભલું કરવાના તે વાત કેન્દ્ર સ્થાને રહેવા પામી છે.
