રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં છ વર્ષની ભાણીને રૂમની ઓરડીમાં લઇ જઇ બે પુત્રીના બાપ એવા સગા માસાએ દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી સામે પોકસોની કલમ હેઠળ ધરપકડ કરી હતી.
રાજકોટના શાપરમાં આવેલ જલગંગા નામના કારખાનાની ઓરડીમાં રહેતા વિક્રમ ઠાકરશી મકવાણા સામે બળાત્કાર અને પોકસોની કલમ હેઠળ કાર્યવાહી કરી શાપર પોલીસ મથકના પીએસઆઇ કે.એ.ગોહિલ સહિતના સ્ટાફે વિક્રમને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે.
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે પરિવાર સાથે કારખાનાની ઓરડીમાં રહે છે.પતિ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેમની ઓરડી જ્યાં છે ત્યાં સામે જ સગી બહેન પણ તેમના પતિ સાથે રહે છે.તાં.30/07ના રોજ પરિણીતા ઉપરના માળે મોબાઈલ પર વાતચીત કરી રહી હતી અને પતિ બીમાર હોય જેથી તેઓ ઘરમાં સુતા હતા. ત્યારે છ વર્ષની દીકરી ઉપરના માળેથી નીચે તેમના માસીના રૂમ પાસે આવતા ત્યાં તેમના માસા વિક્રમે મોબાઈલ બતાવી તેમાં ફિલ્મ બતાવવાની લાલચ આપી ઓરડીમાં લઇ ગયો હતો અને ઓરડીનો દરવાજો બંધ કરી દીધો હતો.
પરિણીતાએ મોબાઈલ પરથી વાતચીત પૂર્ણ કરી પોતાની ઓરડીમાં ચાલી ગઈ હતી. ત્યારે તેની માસૂમ દિકરી રડતી હોય જેથી બહેનની ઓરડીનો દરવાજો ખાખડાવતા દરવાજો ખુલ્યો નહોતો અને જેથી બારીમાંથી ઓરડીની અંદર જોતા વિક્રમ કઢંગી હાલતમાં પડ્યો હતો. જેથી માતાએ બુમાબુમ કરતા આજુબાજુની ઓરડીમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તેમજ ફરિયાદી પરિણીતાની બહેન પણ ત્યાં આવી પહોંચી હતી. તેમજ વિક્રમને મેથીપાક ચખાડ્યો હતો.
વિક્રમે તેની છ વર્ષની ભાણેજને હવસનો શિકાર બનાવતા ભારે ચકચાર મચી ગઇ છે આરોપી વિક્રમને સંતાનમાં બે પુત્રી પણ છે.