‘નિસર્ગ’ વાવાઝોડું દક્ષિણ ગુજરાત ના દરિયા ને ઘમરોળે તેવી શક્યતાઓ ને લઈ વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને વલસાડ સહિત નવસારી જિલ્લા તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. જેથી દરિયા કિનારે લગભગ 1800 બોટ નાંગરી દેવામાં આવી છે. દરિયા માંથી તમામ બોટ પરત આવી ગઈ છે,અને માછીમારોએ ત્રણ દિવસથી માછીમારી બંધ કરી દીધી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટ વિસ્તારમાં સોમવારે અથવા મંગળવારે 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાઈ શકે છે. હાલ વાવાઝોડું ગોવાથી 4 કિમી દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 700 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને ગુજરાતના સુરતથી 930 કિમી દક્ષિણ પશ્ચિમના અંતરે છે. ચક્રવાતી વાવાઝોડુંમાં ફેરવાયા પછી 2 જૂનની સવારે તે ઉત્તર બાજુ વધવાની શક્યતા છે. વાવાઝોડું હરિ હરેશ્વર અને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તટથી 3 જૂનની સાંજે અથવા રાત્રે પસાર થવાની શક્યતાઓ છે ત્યારે તંત્ર એલર્ટ થઈ ગયું છે.
