નવસારી ના વેવાણ અને સુરત ના વેવાઈ ભાગી જવાની ઘટના એ જેતે વખતે ભારે ચકચાર જગાવી હતી અને ઉજજેન રોકાયા બાદ વેવાઈ અને વેવાણ પરત પણ આવી ગયા હતા બીજી તરફ તેમના સંતાનો ના સગપણ તૂટી ગયા હતા અને વેવાણ ને તેમના પતિ એ નહિ સ્વીકારતા તેઓ સુરત પોતાના પિતાના ઘરે જતા રહ્યા હતા બાદ માં 34 દિવસ બાદ ફરી એકવાર વેવાણ અને વેવાઈ ભાગી જતા ચકચાર મચી છે.
ગત જાન્યુઆરી મહિનામાં ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી 16 દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ સ્વિકારવા તૈયાર હતો. પરંતુ વેવાણને પતિએ સ્વિકારી નહીં તેથી પિયર જતી રહી હતી. બીજી તરફ વેવાઈને સમાજના લોકોએ સમજાવવા પ્રયત્નો કર્યા પરંતુ વેવાઈ વેવાણને ભુલી ન શકતાં આખરે 29મી ફબ્રુઆરીએ ફરી ભાગી ગયા અને નવેસરથી સંસાર માંડ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
કતારગામમાં રહેતા વેવાઈ પીયૂસ ભાઈ(નામ બદલ્યું છે) નવસારીમાં સાસરીયે રહેતા વેવાણ જિજ્ઞાબેન(નામ બદલ્યું છે) સાથે ભાગી ગયાં હતાં. બાદ પરત ફર્યા તેમાં વેવાણ ની જિંદગી બદલાઈ ગઇ હતી અને પતિએ સાથે રાખવાની ના પાડતાં વેવાણ કામરેજમાં પિયર રહેતા હતાં. આ દરમિયાન વેવાઈને તેઓ ફોન કરતાં રહેતા હતાં. જેથી વેવાઈ તેની સાથે જવા તૈયાર હતાં. પરંતુ સમાજમાં બદનામી થવાના ડરે લોકો વેવાઈને સમજાવી રહ્યાં હતાં પરંતુ આખરે તેઓ ના માન્યા અને વેવાણને લઈને ફરી અલગ રહેવા જતાં રહ્યાં.
સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ વેવાઈ સુરેશભાઈએ આ વખતે વેવાણ જિજ્ઞાબેનને લઈને અન્ય શહેરમાં ભાગી જવાની જગ્યાએ સુરતમાં જ રહેવાનું પસંદ કર્યું છે. વરાછા વિસ્તારમાં વેવાઈ અને વેવાણે મકાન ભાડે રાખીને નવી જિંદગી જીવવાની ની શરૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
