સરકારી બાબુએ બે નંબર ની મિલ્કતો વસાવી લીધી પણ તે ભોગવે તે પહેલાં પાપ છાપરે ચડીને પોકારી ઉઠ્યું અને નિવૃત્તિ માં હવે દોડતા થઈ ગયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
એસીબીએ વિઠ્ઠલભાઇ ખીમજીભાઇ ડોબરીયા, વર્ગ-૨, તત્કાલીન ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર (લેન્ડ રેકર્ડ), સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, સુરતના વિરૂધ્ધ રૂ.૨૨,૫૮,૮૦૬/-ની અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરતા લાંચિયા તત્વો ફફડી ઉઠ્યા છે.
આરોપી વિઠ્ઠલભાઇ ખીમજીભાઇ ડોબરીયા, વર્ગ-૨, તત્કાલીન ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર (લેન્ડ રેકર્ડ), સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, સુરતનાઓ વિરૂધ્ધ ભ્રષ્ટાચાર આચરી અપ્રમાણસર મિલકત્તો વસાવ્યા અંગેની પ્રાથમીક તપાસ ચાલુ હતી.જે પ્રાથમીક તપાસ દરમ્યાન એકત્રીત થયેલ પુરાવાને ધ્યાને લેતાં, તેઓ તા.૦૮.૦૪.૧૯૮૨
થી સર્વેયર વર્ગ-૩ તરીકે ભરતી થયેલ છે. વિઠ્ઠલભાઇ ખીમજીભાઇ ડોબરીયાને તા.૧૨.૧૧.૨૦૧૪ થી
ડી.આઇ.એલ.આર., સંવર્ગ, વર્ગ-૨ ના અધિકારી તરીકે બઢતી મળેલ. તેઓએ સુરત શહેર ખાતે
તા.૧૨.૧૧.૨૦૧૪ થી તા.૩૧.૦૩.૨૦૧૭ સુધી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, સુરત-૨ ખાતે ફરજ બજાવેલ અને
તા.૩૧.૦૩.૨૦૧૭ ના રોજ તેઓ સ્વૈચ્છીક નિવૃત થયેલ છે. તપાસ દરમ્યાન એકત્રીત કરેલ દસ્તાવેજી પુરાવા,બેંક ખાતાઓના વિશ્લેષણ તેમજ આવક-ખર્ચની વિગતો આધારે આરોપી અને તેઓના પુત્ર દ્વારા સ્થાવર/જંગમ મિલકતો વસાવેલાનું અને રોકાણ/ખર્ચા કરેલાનું જણાઇ આવેલ છે.
તપાસ દરમ્યાન તા.૦૧.૦૪.૨૦૧૩ થી તા.૩૧.૦૩.૨૦૧૭ સુધીના ચેક પીરીયડ દરમ્યાન પોતાની
કાયદેસરની આવકના સાધનોમાંથી મેળવેલ કાયદેસરની આવક રૂ.૩૭,૬૮,૭૨૪/-ના પ્રમાણમાં
રૂ.૨૨,૫૮,૮૦૬/-એટલે કે ૫૯.૯૪ ટકા જેટલી વધુ મિલકતો/ખર્ચ તેઓના અને તેઓના પુત્રના
વસાવેલાનું હોવાનું પ્રાથમિક દષ્ટીએ ફલીત થાય છે. આમ, આરોપી વિઠ્ઠલભાઇ ખીમજીભાઇ ડોબરીયા,
તત્કાલીન ડીસ્ટ્રીકટ ઇન્સ્પેકટર (લેન્ડ-રેકર્ડ) નાઓએ ચેક પીરીયડ તા.૦૧.૦૪.૨૦૧૩ થી
તા.૩૧.૦૩.૨૦૧૭ ના ચેક પીરીયડ દરમ્યાન પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેરસેવક તરીકે
ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવી,
તે નાણાંનો ઉપયોગ કરી આરોપી વિઠ્ઠલભાઇ ખીમજીભાઇ ડોબરીયાએ તેઓના પુત્ર વિપુલ ડોબરીયાની
મદદગારીથી સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાનજણાઇ આવેલ છે.
આ બંને આરોપીઓ વિરૂધ્ધમાં સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.માં ભષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ (સુઘારો-૨૦૧૮)ની કલમ-૧૨, ૧૩(૧)(બી) તથા ૧૩(૨) મુજબ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવેલ છે.
ઉકત કેસ બાબતે તથા અન્ય કોઇ સરકારી અધિકારી/કર્મચારીની અપ્રમાણસરની તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન/પ્લોટ/મકાન/ઓફિસ/દુકાન/વાહન/બેંક લોકર/બેંક
એકાઉન્ટ વિગેરે) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઈસમોની સચોટ અને વિસ્તૃત
માહિતી તથા તે બાબતે તેઓની મિલ્ક્યો/બંગ્લોઝ/વાહનો અંગેના ફોટોગ્રાફસ મેળવી અને એ.સી.બી.
કચેરીના ફોન નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ ફેક્સ નં.૦૭૯-૨૮૬૬૭૨૨ ઈ-મેલ:[email protected] વૉટસ એપ નં.૯૦૯૯૯ ૧૧૦૫૫ ટોલ ફ્રી નં.૧૦૬૪ અથવા રૂબરૂ લાંચ રૂશ્વત
વિરોધી બ્યુરો અમદાવાદની કચેરીનો વર્તમાન ગાઈડ લાઈન મુજબ સંપર્ક કરી અને માહિતી સી.ડી અથવા
પેનડ્રાઈવમાં મોકલવા નાગરિકોને આહવાન કરવામાં આવે છે.