સુરતજિલ્લામાં અનરાધાર વરસાદને કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા છે ત્યારે સણિયા હેમાદ ગામમાં ભારે વરસાદના કારણે ગામમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પણ ડૂબી ગયું હતું, દરમિયાન રાત્રિના સમયે અહીંથી પસાર થતી ખાનગી ટ્રાવેલ્સની એક બસ પણ ફસાઈ જતા ગામજનો દોડી ગયા હતા અને પાંચ ફૂટ જેટલા પાણીમાં ગરકાવ થયેલી બસમાંથી 20 જેટલા મુસાફરોનું બોટ મારફતે રેસ્ક્યૂ કર્યું હતું.
સણિયા હેમાદ ગામમાં રાત્રિના સમયે ખાનગી ટ્રાવેલ્સની બસ અહીંથી પસાર થઇ રહી હતી ત્યારે પાણીમાં ફસાઈ ગઈ હતી.
બસમાં 20 જેટલા મુસાફરો હતા. એ તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તમામ મુસાફરોને સહીસલામત બહાર કાઢી લેવાયા હતા ગામમાં લોકોના મકાનોમાં પણ પાણી ઘુસી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.