સુરત:
સુરતના અઠવા વિસ્તારમાં ઢોંગી બાબાની કરતૂટનો શ્રમસાર કિસ્સો સામે આવ્યો છે…..છેલ્લા દોઢ વર્ષથી મહિલાને પોતાની વાસનાનો શિકાર બનાવતા ઢોંગી બાબાએ 14 વર્ષીય કિશોરીને પણ હવસનો શિકાર બનાવ્યો હતો…પોતાના પતિને ચાલી આવતી બીમારીથી સાજો કરવા મહિલા અને તેની પુત્રી આ ઢોંગી તાંત્રિક પાસે જતા હતા….જ્યા પડદા પાછળ ઢોંગી બાબાએ હવસનો ખેલ કર્યો હતો…આખરે દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ સમગ્ર હકીકત સ્થાનિક કોર્પોરેટર અને શાળાની શિક્ષિકાને કરતા મામલો બહાર આવ્યો હતો અને તાંત્રિક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી…પોલીસે માતા- પુત્રીનું મેડિકલ પશિક્ષણ કરાવવાની સાથે હવસખોર તાંત્રિકની શોધખોળ પણ શરૂ કરી છે….
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા એક પરિવારના સભ્યને છેલ્લાં લાંબા સમયથી ચક્કર આવી પડી જવાની બીમારી ચાલી આવી હતી….જેને લઇ પરિવારમાં માતા- પુત્રી પણ ભારે ચિંતામાં રહેતા હતા…..પોતાના પતિને સાજો કરવા મહિલાએ અનેક દવા અને તબીબો પાસે નિદાન કરાવ્યું,પરંતું કોઈ પરિણામ ન આવતા આખરે ભગત ભુવાનો સહારો લેવો પડ્યો……સુરતના અઠવા વિસ્તારમાં આવેલ અખમલ કાદરી નામના તાંત્રિક પાસે મહિલાએ પોતાના પતિની સારવાર કરાવવા સંપર્ક સાધ્યો હતો….જ્યા આ તાંત્રિકે સારવારના બહાન હેઠળ તાંત્રિક વિધિના નામે હવસનો ખેલ શરૂ કર્યો હતો….અખમલ કાદરી નામના આ શખ્સે મહિલાને તો પોતાની વાસનાનો શિકાર બનાવ્યો જ હતો ,સાથે તેણીની 14 વર્ષીય પુત્રી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું…જે સમગ્ર બાબત બહાર આવતા આખરે તાંત્રિક પોતાના સ્થળ પરથી ફરાર થઈ ગયો….મહિલા અને તેણીની પુત્રીએ હિમમતા દાખવી અથવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી…જ્યાં પોલીસે બંને માતા- પુત્રીનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ પશિક્ષણ કરાવવાની સાથે આગળની તપાસ આદરી હતી….આ સમગ્ર બાબત ભોગ બનનાર મહિલાના પતિ ને થતા તેણે તાંત્રિક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે…
તો આ સમગ્ર બાબત ત્યારે બહાર આવી ,જ્યારે ઉધના વિસ્તારના કોર્પોરેટર દ્વારા નજીકમાં આવેલ મનપા સંચાલિત શાળામાં એક કાર્યક્રમ રાખવાંમાં આવ્યો હતો…વેલેન્ટાઈન્સ દે ના દિવસે માતૃ- પિતૃ દેવો “થી શાળામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો,જેમાં પૈકીની એક વિધાર્થીનીએ ભાવુક થઇ પોતાની સાથે વીતેલી આપવીતી વર્ણવી હતી…જે સાંભળી શાળાના શિક્ષક અને સ્થાનિક કોર્પોરેટર પણ ચોંકી ઉઠ્યા હતા….આખરે કોર્પોરેટર અને શિક્ષકો દ્વારા વિધાર્થિનીને હિમ્મત આપી સમગ્ર હકીકત જણાવવા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું….વિદ્યાર્થિનીએ ફરી તાંત્રિક ની વાસનાનો શિકાર બનતા પહેલા કોર્પોરેટર અને શિક્ષકનો સંપર્ક કર્યો….જ્યા બાદમાં કોર્પરેટરે સ્થાનિક પોલીસની મદદથી અઠવા પોલીસ મથકમાં તાંત્રિક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી….
છેલ્લા દોઢ વર્ષીથી તાંત્રિક કિશોરીની માતાને પોતાની હવસનો શિકાર બનાવતો હોવાનું પણ સામે આવ્યું છે….ત્યારે મહિલાના પતિને તાંત્રિક વિધિથી મારી નાખવાની ધમકી આપી કિશોરી પર પણ બળાત્કાર ગુજરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે….તાંત્રિક વિધિ કરનારા આવા લેભાગુ ભૂવાઓ સામે પોલીસ કડક હાથે કામ લે તેવી લોકમાંગ હાલ ઉઠવા પામી છે….ત્યારે જોવાનું એ રહેશે કે મહિલાઓ અને માસુમ કિશોરીને પોતાની વાસનાનો શિકાર બનાવનાર તાંત્રિક પોલીસના હાઠે કેટલા સમયમાં આવે છે….