સુરત પોલીસ વિભાગના ડીસીપી ઝોન-2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરી છેલ્લા 10 મહીનાથી રહસ્યમય સંજોગોમાં ગૂમ છે,પોલીસ ડીપાર્ટમેન્ટનો એક પોલીસકર્મી ગૂમ થઈ જાય અને તેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોપાઈ હોવાછતાં આ પોલીસકર્મીનો કોઈ પત્તો મળ્યો નથી એમાંય વળી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉનમાં ફરજ બજાવતો પોલીસ કર્મી ગૂમ છે અને તેનો કોઈ સુરાગ મળતો નથી આ વાત અત્યંત ગંભીર છે.
અગાઉ જે રીતે મીડિયામાં વાત કહેવામાં આવી હતી તેમાં ડીસીપી કક્ષાના અધિકારીઓના આઇડી અને પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડિંગ મેળવી લઈ તે ડેટા દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને માહિતી પાસઓન કરવાના 25 હજાર લેવાના મિથુન અને વિપુલ નામના બે પોલીસ કોન્સ્ટેબલ ઉપર આરોપ લાગ્યા હતા અને ફોન રેકોર્ડિંગ મામલે તપાસ કરવા દિલ્હી પોલીસ વિપુલ અને મિથુન ચૌધરીને ઊંચકી ગઈ અને તપાસ બાદ દિલ્હી પોલીસે વિપુલની ધરપકડ કરી હતી અને મિથુનને જવા દીધો હોવાનું દિલ્હી પોલીસનું કહેવું છે.
મિથુન દિલ્હી પોલીસમાંથી બહાર નીકળ્યા બાદ તેમનો મોબાઇલ સ્વીચ ઓફ થઈ ગયો હતો અને ત્યારબાદ આ મિથુન ગુમ થઈ ગયો અને 10 મહિના થયા છતાં પણ મિથુનનો કોઈ અત્તોપત્તો નથી.
સુરત પોલીસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયેલા આ પ્રકરણમાં અગાઉ આ વાતને પોલીસ કમિશનર અજય તોમરે ગંભીરતાથી લીધી હતી અને મિથુનને શોધવા સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી. આ તપાસમાં કાપોદ્રા પોલીસની ટીમ પણ જોડાઈ હતી પણ 10 મહિનામાં કોઈ ખાસ અપડેટ મળી શક્યું નથી.
સુરતમાં પોલીસ ખાતામાં નોકરી કરતા પોલીસકર્મીને દિલ્હી પોલીસ ઉઠાવી જાય છે અને ત્યારબાદ તે પોલીસ કર્મી ગુમ થઈ જાય છે તે વાત એક રહસ્યમય ઘટના બની રહી છે.
છેલ્લા 10 મહિનાથી આ ગુમ પોલીસકર્મીનો પરિવાર અને બાળકો રઝળી પડ્યા છે અને પોલીસ પરિવાર હોવાછતાં આ પરિવારને કોઇ જવાબ આપતું નથી ત્યારે ગુમ થનાર સુરતના આ પોલીસકર્મીના પત્ની અને બાળકો ગાંધીનગરમાં સીએમ પાસે જઈ ન્યાય માંગવો પડ્યો છે.
જ્યારે દિલ્હી પોલીસ જણાવી રહી છે કે, અમે ઓગસ્ટ 2022માં ચૌધરીને છોડી મૂક્યા હતા,ગુમ થયેલા સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલની પત્નીએ ગાંધીનગર જઇને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ત્યારે હવે આ પરિવાર સીએમ ઉપર નજર રાખીને બેઠો છે.
કોન્સ્ટેબલ મિથુન ચૌધરીનું ગૂમ થવું એક ભેદી રહસ્ય છે અને પોલીસ ડીપાર્ટમેન્ટનો માણસ હતો ત્યારે તેંનું ગૂમ થવું એક મોટી ઘટના છે ત્યારે આ પ્રકરણમાં ગંભીરતાથી તપાસ થાય તે જરૂરી થઈ પડ્યું છે.