સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ થયેલી ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને આજે કોર્ટે (ફાંસી) મૃત્યુદંડની સજા ફટકારી છે.
હત્યારા ફેનિલને જ્યારે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર સહેજ પણ ડર કે અફસોસ દેખાયો ન હતો. કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા હતા.
દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરેસ્ટ માની મનુસ્મૃતિના શ્લોકથી ચુકાદાની શરૂઆત કરવામાં આવી હતી. જજે કહ્યું કે, દંડ દેવો સરળ નથી પણ આ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ કેસ છે. ત્યારબાદ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
સરકાર અને બચાવ બન્ને પક્ષના વકીલો હાજર રહ્યા હતા.
ગ્રીષ્માના પરિવારજનો પણ કોર્ટમાં હાજર રહ્યા હતા જેઓ રડી પડ્યા હતા.
નોંધનીય છે કે ફેનિલ ગોયાણીએ ગત તા. 12 ફેબ્રુઆરીના દિવસે પાસોદરામાં ગ્રીષ્માને તેની સોસાયટીના બહાર પાડોશીઓ અને લોકોની હાજરીમાં ચાકુ ગળા પર ફેરવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના ભાઈ અને કાકા પર પણ ફેનિલે જીવલેણ હુમલો કર્યો હતો. 302ની કલમ હેઠળ ફેનિલ સામે ડે-ટુ-ડે સુનાવણી ચાલી હતી, અને 21 એપ્રિલના રોજ ફેનિલને હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
