સુરતમાં પાંડેસરા વિસ્તારમાં અવધેશ સહાની, રણજીત કાલીયા અને વિકાસ ઉર્ફે ટેટ્ટ નામના ત્રણ માથાભારે ઈસમો તલવાર સાથે એક ઘરમાં ઘૂસી ધાક ધમકી આપી બાઈકની તોડફોડ કર્યા બાદ યુવકના ગળામાંથી રૂ.54 હજારની કિંમતની સોનાની ચેનની લૂંટ કરી ફરાર થઈ જવાની ઘટનામાં પાંડેસરા પોલીસે ત્રણ પૈકી અવધેશ સહાની, રણજીત કાલીયાની ધરપકડ કરી તેમનું જ્યાં જ્યાં તેઓ દાદાગીરી કરતા હતા તેવા વિસ્તારમાં તેઓની સરઘસ કઢવામાં આવ્યું હતું.
આ ગુનેગારો સામે લૂંટ, મારામારી અને ધમકી જેવા ગંભીર ગુના નોંધાયા છે.
પકડાયેલ બંને આરોપીઓ પાંડેસરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુંડાગર્દી અને ધાક ધમકીઓ આપી આ વિસ્તારમાં તેઓએ “દાદા”હોવાની ઈમેજ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
પોલીસે બન્ને આરોપીઓ રણજીત કાલીયા અને અવધેશ સહાની કે જેઓ આ વિસ્તારમાં ભાઈગીરી અને ગુંડાગર્દી કરતા હતા તે જ વિસ્તારોમાં હાથ જોડાવીને સરઘસ કાઢવામાં આવતા લોકો રોડ ઉપર જોવા ટોળે વળ્યાં હતા.