સુરતની ડુમ્મસ લા મેરિડિયન હોટલ ખાતે મહારાષ્ટ્રના 20 થી વધુ શિવસેનાના નારાજ ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચતા રાજકીય રીતે આ ઘટના દેશભરમાં ભારે ચર્ચાસ્પદ બની છે.
સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલ બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નારાજ MLA ઉદ્ધવ ઠાકરેનો ફોન નથી ઉઠાવી રહયા, પરિણામે મહારાષ્ટ્રમાં શિવસેનમાં મોટું ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બીજું કે મહારાષ્ટ્ર શિવસેનાના નારાજ ધારાસભ્યો એ સુરત કેમ પસંદ કર્યું તે વાત પણ ચર્ચાનો મુદ્દો બની છે.
ખાસ વાતતો એ છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું અહીં હોમ ટાઉન ગણાય છે અને આજે સીઆર પાટીલે પોતાના કાર્યક્રમો રદ કરતા હવે આ પ્રકરણમાં તેઓની ભૂમિકા અંગે રાજકીય સમીક્ષકો ગણિત માંડી રહયા છે કે નારાજ સભ્યો ભાજપની તરફેણ કરી શકે છે.
