8
/ 100
SEO સ્કોર
સુરતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન ની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે અને પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સાઉથ આફ્રિકાથી સુરત આવેલા અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ સાથે સંકળાયેલા યુવકનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ યુવકના સંપર્કમાં આવેલા કુલ ૭૦ જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
જોકે,સુરત માં કોરોના ના અન્ય કેસો પણ નોંધાઈ રહયા છે જેથી મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવી રહયા છે હાલ 63 જેટલા પોઝિટિવ કેસોના સેમ્પલ જીનોમ સિક્વનસિંગ માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યુ હતુ.
સુરત માં ભીડ ના દ્રશ્યો ચોંકાવનારા છે અને તેનાથી કોરોના સ્પ્રેડ થવાનું જોખમ વધ્યું છે.