સુરત શહેર સાથે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. સુરત શહેર-જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સતતત્રીજા દિવસે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ સુરત શહેર જિલ્લામાં કોરોનાના 46 એક્ટિવ કેસ છે ત્યારે આગામી દિવસમાં ડબલ ડિઝિટમાં કેસ આવે તેવી શક્યતા વચ્ચે સોમવારથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે તેવે સમયે સુરત મહાનગર પાલિકાએ શરદી, ખાસી, તાવ જેવા સામાન્ય લક્ષણો હોય તેવા વિદ્યાર્થીઓને સ્કૂલે ન મોકલવા વાલીઓને અપીલ કરી છે.
હાલમાં મોટાભાગના કેસ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા આવી રહ્યા છે ત્યારે વેકેશન મનાવી પરત આવી રહેલા બાળકો જો ચેપગ્રસ્ત હોયતો અન્ય બાળકોમાં સંક્રમણ લાગી શકે તેમ હોવાનું અનુમાન લગાડી સોમવારથી શાળાઓ પણ શરૂ થઈ રહી છે ત્યારે બાળકોને પણ સાવચેતી રાખવી જરૂરી છે. આ સિવાય મહાનગર પાલિકાએ વધતાં કેસોને ધ્યાનમાં લઇ જે લોકોના જે લોકોના પ્રથમ ડોઝ અને બીજો તેમજ પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે તે તમામને તાકીદે રસીકરણ કરી લેવા જાહેર અપીલ કરી છે.