રાજ્યમાં આજે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં આજે સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે.
સુરતમાં વરસાદને લઇને યેલો એલર્ટ અપાયું છે.
સુરતમાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
આજે સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
સુરતના તમામ ઝોનમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરાછામાં નોંધાયો છે.
જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 12 મીમી, વરાછા બીમાં 9 મીમી, વેસ્ટમાં 1 મીમી, નોર્થમાં 9 મીમી, સાઉથમાં 11 મીમી, સાઉથ ઈસ્ટમાં 7 મીમી અને સાઉથ વેસ્ટમાં 15 મીમી વરસાદ પડ્યો છે.
હાલમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે અને ઉપરવાસના વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક શરૂ થઇ ગઇ છે.
હાલ ઉકાઈ ડેમની સપાટી 309 ફૂટ પર સ્થિર છે.
જ્યારે સુરતના કૉઝવેની સપાટી 6.11 મીટર પહોંચતા કોઝવે ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો છે.
આમ સુરત શહેરમાં હેલી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.