આજકાલ કાર અને બાઇક ઉપર જાહેરમાં સ્ટંટ કરવાનો ક્રેઝ વધતા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ડુમસ-પીપલોદ રોડ પર યુવક લક્ઝ્યુરિયસ કારના રૂફમાંથી પગ બહાર કાઢી કારની ઉપર બેસી જોખમી સવારી કરતો વીડિયો વાઇરલ થયા બાદ ઉમરા પોલીસે કાર્યવાહી હાથ ધરી બે ભાઇઓને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી.
પોલીસે મસિર્ડિઝ કારના નંબરના આધારે કાર ચાવનાર અને કાર ઉપર બેસી સ્ટંટ કરનારની બંને સગા ભાઈની ધરપકડ કરી હતી.
પોલીસે કારના નંબર આધારે તેના માલિક અઝહર શેખ (ઉં.વ.29) અને તેનો ભાઈ એઝાઝ શેખ(ઉં.વ.30)ની ધરપકડ કરી કાર કબજે કરી હતી.
પોલીસે બંને ભાઈની ધરપકડ કર્યા બાદ જે જગ્યાએથી તેમણે સ્ટંટ કર્યા હતા, ત્યાં લઈ જઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. મોડી રાત્રે રસ્તા વરસાદમાં પોલીસે બંને આરોપીને સાથે રાખીને કડક કાર્યવાહી કરી હતી. આ સાથે પોલીસે બંને આરોપીઓ પાસે માફી પણ મંગાવી હતી.